દક્ષિણ ગુજરાતનાં 26 તાલુકામાં વરસાદ, ઉમરાપાડામાં 4 કલાકમાં 5 ઇંચ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં છેલ્લા 4 કલાકમાં જ સુરત જિલ્લાનાં ઉમરપાડા તાલુકામાં 5 ઇંચથી વધારે વરસાદ પડી ચુક્યો છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતનાં 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 4 ઓગસ્ટે બંગાળની ખાડીમાં ડેવલપ થયેલા લો પ્રેશર એરિયા 5મીએ ઓરિસ્સા ઉપર હતું. પરંતુ ખુબ જ ઝડપથી આ લો પ્રેશર એરિયા મુવમેન્ટ કરીને આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્ર અને સાઉથ વેસ્ટ મધ્યપ્રદેશના ઉપર આવી ગયું છે. ઉપરાંત મહારાષ્ટ્રના નાસિક પર અપર એર સાઇક્લોનિક સર્કુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. આ બંન્ને સિસ્ટમના કારણે એક મોનસુન રેખા બની છે. જેના કારણે 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. 

Updated By: Aug 7, 2020, 08:57 PM IST
દક્ષિણ ગુજરાતનાં 26 તાલુકામાં વરસાદ, ઉમરાપાડામાં 4 કલાકમાં 5 ઇંચ

સુરત : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં છેલ્લા 4 કલાકમાં જ સુરત જિલ્લાનાં ઉમરપાડા તાલુકામાં 5 ઇંચથી વધારે વરસાદ પડી ચુક્યો છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતનાં 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 4 ઓગસ્ટે બંગાળની ખાડીમાં ડેવલપ થયેલા લો પ્રેશર એરિયા 5મીએ ઓરિસ્સા ઉપર હતું. પરંતુ ખુબ જ ઝડપથી આ લો પ્રેશર એરિયા મુવમેન્ટ કરીને આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્ર અને સાઉથ વેસ્ટ મધ્યપ્રદેશના ઉપર આવી ગયું છે. ઉપરાંત મહારાષ્ટ્રના નાસિક પર અપર એર સાઇક્લોનિક સર્કુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. આ બંન્ને સિસ્ટમના કારણે એક મોનસુન રેખા બની છે. જેના કારણે 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. 

Gujarat Corona Update : આજે કુલ 1074 નવા કેસ, 1370 સાજા થયા, 22 લોકોનાં મોત

ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં સુરત જિલ્લાના ઉમરાપાડામાં 5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. જ્યારે માંગરોળમાં 3 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે સુરત સિટી, કામરેજ અને ઓલપાડમાં પણ 1 ઇંચથી વધારે વરસાદ પડી ચુક્યો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. 

સૌરાષ્ટ્રમાં મેઘમહેરથી મોટાભાગના ડેમમાં નવા નીરની આવક, નદીઓ બે કાંઠે

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં તમામ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નવસારી અને જલાલપોરમાં 4ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. ઉમરાપાડામાં 3, મહુવામાં 3, બારડોલી 2, ચાર્યાસીમાં 2, માંડવી 2, ખેરગામમાં 2, વ્યારામાં 2, ઉમરગામમાં 2 અને ડોલવણમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર