મોડી રાત્રે અમદાવાદમાં મેધરાજાની જોરદાર બેટીંગ, અનેક વિસ્તારોમાં વરસાદ

શહેરમાં આખો દિવસ કાળા ડિબાંગ વાદળો રહ્યા બાદ ગુરુવારે મોડી રાત્રે ધોધમારા વરસાદ શરૂ થયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદના(Ahmedabad) વરસાદ(Rain) સાથે વિજળીઓના કડાકા પણ થયા હતા. વરસાદી માહોલ સર્જાતા અમદાવાદના ગરબા ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો હતો.

Updated By: Sep 26, 2019, 11:31 PM IST
મોડી રાત્રે અમદાવાદમાં મેધરાજાની જોરદાર બેટીંગ, અનેક વિસ્તારોમાં વરસાદ

અમદાવાદ: શહેરમાં આખો દિવસ કાળા ડિબાંગ વાદળો રહ્યા બાદ ગુરુવારે મોડી રાત્રે ધોધમારા વરસાદ શરૂ થયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદના(Ahmedabad) વરસાદ(Rain) સાથે વિજળીઓના કડાકા પણ થયા હતા. વરસાદી માહોલ સર્જાતા અમદાવાદના ગરબા ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો હતો. 

  • વરસાદને કારણે શહેરના બે અંડરપાસ કરાયા બંધ 
  • અખબારનગર અંડરપાસ બંધ કરાયો 
  • શાહીબાગ અંડરપાસ પણ બંધ કરાયો 

પ્રજાના રૂપિયે લીલાલેર, વડોદરા કોર્પોરેશનના આધિકારીઓ ખરીદ્યા લાખોના ફોન

શહેરના આશ્રમ રોડ, ગોતા, એસ જી હાઇવે, ચંદલોડીયા, રાણીપ, બોડકદેવ, થલતેજ, વસ્ત્રાપુર, નારણપુરા, મેમનગર, સોલા, વાડજ, ઉસમાનપુરા, જુહાપુરા, સરખેજ, જમાલપુર, મણીનગર, ઇસનપુર, અમરાઈવાડી ,ખોખરા, હાટકેસવર વસ્ત્રાલ, ઘોડાસર, જશોદાનગર, ઓઢવ, વટવા, નારોલ, પીપળજ, લાલદરવાજા, રાયપુર સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરાસાદ શરૂ થયો હતો. 

 

11 ગામોને સ્માર્ટસીટી અંતર્ગત વડોદરામાં સમાવેશ થતા સરપંચોએ કર્યો વિરોધ

મહત્વનું છે, કે નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં ધોધમાર વરસાદ પડવાને કારણે ગરબા રશીકો અને આયોજનકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જો વધારે વરસાદ પડશે તો નવારાત્રીમાં ગરબાનું આયોજન થતા મેદાનોમાં પાણી ભરાવાનો ભય છે જેથી આયોજનકોમાં ચિંતા જોવા મળી રહી છે.

 જુઓ LIVE TV :