)
છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં વરસાદનું ચિત્ર બદલાયુ છે, જે ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડતો હતો ત્યાં આજે સરેરાશ 125 ટકા કરતાં વધારે વરસાદ પડે છે. ઘણી વખતે વધુ પડતા વરસાદને પગલે પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો. વરસાદને પગલે સર્જાયેલા પુરની પરિસ્થિતિમાં ગુજરાતે જાનમાલનું ભારે નુકસાન વેઠવું પડી રહ્યુ છે.
છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં વાર્ષિક સરેરાશ મુજબ 7.20 લાખ હેક્રટરમાં 580 કરોડના પાકને પુરના પગલે નુકસાન થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં 47 લાખથી વધારે ગુજરાતીઓ ભારે વરસાદ કે પુરને પગલે અસરગ્રસ્ત થયા તો છેલ્લા 70 વર્ષમાં 9 હજારથી વધુ વ્યક્તિઓ મોતને ભેટ્યા છે.
જ્યારે પણ ભારે વરસાદ કે પુરની સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે સૌથી વધારે અસર થાય છે. ગુજરાતમાં આવતા પુર અને તેના પગલે ખેતીને થતા નુકસાન અને અસરની વાત કરવામાં આવે તો ગુજરાતમાં વર્ષે પુરના કારણે સરેરાશ 16 લાખ હેક્ટર વિસ્તાર પુરની ઝપેટમાં આવી જાય છે, જેના પગલે 47.60 લાખ વસતી સીધી કે આડકરતી રીતે પ્રભાવીત થાય છે.
દર વર્ષે રાજ્યનો સરેરાશ 10 લાખ હેક્ટર ખેતીનો વિસ્તાર નુકસાનને ભેટ ચઢે છે, જે પાકનું મુલ્ય એક હજાર કરોડ જેટલું થાય છે. આ સિવાય અંદાજે 12 હજારથી વધુ પશુઓના મોત થયા છે. ખેતી મકાન પશુઓ મળી રાજ્યને વર્ષે 1500 કરોડથી વધારેનું નુકસાન થાય છે.
વર્ષ 2020થી ગુજરાતને થયેલ નુકસાની વાત કરી એ તો..
વર્ષ 2020 રૂપિયા 2915 કરોડનું નુકસાન
વર્ષ 2021 રૂપિયા 1260 કરોડનું નુકસાન
વર્ષ 2022 રૂપિયા 1457 કરોડનું નુકસાન
વર્ષ 2023 રૂપિયા 0932 કરોડનું નુકસાન
વર્ષ 2024 રૂપિયા 1500 કરોડથી વધારેનું નુકસાન
અતિવૃષ્ટી અને પુરની કુદરતી આપત્તિના કારણે ખેતી, ઘર અને જાહેર મિલ્કતને નુકસાન થવાના કિસ્સ્માં ગુજરાત દેશના રાજ્યોમાં પ્રથમ દસમાં છે. તો ગુજરાતના કાંઠે રહેલા અરબી સમુદ્રની સપાટીના તાપમાનમાં વધારો થતાં વાવાઝોડાનું પ્રમાણ પણ વધ્યું છે જેનો ભોગ ગુજરાત બનતુ આવ્યુ છે. આવા સંજોગોમાં ગુજરાતને પૂર અને અતિવૃષ્ટીથી થતા નુકસાનથી બચાવા માટ વૈજ્ઞાનિક અભિગમ અનિવાર્ય બન્યો છે.