ગુજરાતના અનેક જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ગોંડલ-વિસાવદર પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

Gujarat Rain: રાજ્યમાં ચોમાસું વિધિવત રીતે શરૂ થાય તે પહેલા ભરઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે ત્યારે હવે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના અનેક ગામડાઓ, રાજકોટ ગઢડા, જામકંડોરણા અને જેતપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તેથી અસહ્ય ગરમી બાદ હવે વાતાવરણમાં ઠંડી પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

ગુજરાતના અનેક જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ગોંડલ-વિસાવદર પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસા પહેલાં જ ચોમાસું બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે કેમ કે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના અનેક જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ગોંડલ, જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદનું આગમન થયું હતું. જ્યારે મેવાસા,ખીરસરા,વીરપુર અને જુનાગઢ જિલ્લાના વિસાવદર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 

રાજકોટના ગોંડલ શહેરમાં એક ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને લઈને શહેરના ઉમવાડા રેલવે અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાયા છે. ચોમાસા પ્રારંભ પહેલા જ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાનની સામનો કરવો પડ્યો છે. ગોંડલ શહેરમાં પવન સાથે ધોધમાર એક ઈંચ વરસાદ વરસતા માર્કેટિંગ યાર્ડમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. જો કે, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. 

જામકંડોરણા તાલુકામાં ધોધમાર વરસાદ
રાજકોટ જિલ્લાનાં જામકંડોરણા પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. જામકંડોરણા પંથકમાં હવામાન વિભાગની આગાહી પગલે જામકંડોરણા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે જામકંડોરણાનાં રસ્તા પાણી પાણી થઈ ગયાં હતા.

જેતપુરના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
જેતપુરના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભરઉનાળે વરસાદ ખાબકતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. જેતપુરના મેવાસા, ખીરસરા, વીરપુર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. અસહ્ય બફારા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખીરસરા ગામમાં અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા વોકળી નદી બે કાંઠી વહેતી થઈ છે, વોકળીના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યાં છે. ગામની શેરીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.

જેતપુરમાં વરસાદ શરૂ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો
જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં કમોસમી માવઠું આવ્યું છે. મેવાસા, ખીરસરા, વીરપુર સહિતના ગામોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સવારથી અસહ્ય બાફરા બાદ ધોધમાર વરસાદ થયો છે. વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ઢસા, પાટણા, પીપરડી, રસનાલમાં વરસાદ પડ્યો છે.

વિસાવદરમાં બે કલાકમાં 65 મીમી વરસાદ 
જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો છે. બપોર બાદ મેઘરાજા મહેરબાન હતા. વિસાવદરમાં બે કલાકમાં 65 મીમી વરસાદ ખાબક્યો છે. જો કે, બીજી તરફ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ધોધમાર વરસાદના કારણે કેરી, તલ સહિતના પાકને ભારે નુકસાની થઈ છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news