રીબડાના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટો વળાંક, 6 મહિનાથી ફરાર રાજદીપસિંહ જાડેજા હાજર થયો
Ribda Patidar Youth Suicide Case : રાજદીપસિંહ જાડેજાનું ગોંડલ પોલીસ સમક્ષ આત્મસમર્પણ: અમિત ખુંટ આત્મહત્યા કેસમાં મહિનાઓથી હતો ફરાર
Trending Photos
)
Amit Khunt Suicide Case : ગોંડલના બહુચર્ચિત રીબડા ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસ મામલામાં મોટા અપડેટ સામે આવ્યા છે. રાજદીપસિંહ જાડેજાગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયો છે. સુપ્રીમ કોર્ટની આગોતરા જામીનના ફટકાર બાદ અંતે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોડી રાતે રાજદીપસિંહ જાડેજા હાજર થયો હતો. આશરે 5 થી 6 મહિનાથી અમિત ખૂંટ આપઘાત કેસમાં તે ફરાર હતો.
અમિત ખુંટ આત્મહત્યા કેસમાં રાજદીપસિંહ જાડેજાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. ગોંડલ કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રાજદીપસિંહને રજૂ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવ્યા બાદ રાજદીપસિંહ જાડેજાએ ઘણા સમય બાદ સરેન્ડર કર્યું. ગોંડલ ડીવાયએસપી ઝાલાએ જણાવ્યું કે, અત્યાર સુધી કોણે કોણે રાજદીપસિંહ જાડેજાને આશરો આપ્યો? કઈ કઈ જગ્યાએ રાજદીપસિંહ ફર્યો તે તમામ પૂછપરછ કરાશે. અમિત ખુંટ કેસ મામલે રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરાશે.
હાઈકોર્ટે આગોતરા જામીન ફગાવ્યા હતા
રીબડાના અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં ફરાર આરોપી રાજદીપસિંહ જાડેજાના ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા છે. અનિરુદ્ધસિંહ બાદ રાજદીપસિંહ જાડેજાને હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે.
સ્યૂસાઈડ નોટમાં અલગ અલગ અક્ષરો!
રીબડાના પાટીદાર યુવક અમિત ખૂંટની સ્યૂસાઈટ નોટમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. તેની સ્યૂસાઈડ નોટનો FSL રિપોર્ટ આવી ગયો છે. સ્યૂસાઈડ નોટમાં જે છેલ્લું પેજ હતું, તેના અક્ષર મેચ અન્ય પેઈજ સાથે મેચ ન થયા હોવાનુ રિપોર્ટમાં ખુલાસો થયો છે.
FSL રિપોર્ટમાં 3 પેજમાં અક્ષર અલગ અને ચોથા પેજમાં પણ અક્ષર અલગ જણાયા છે. પેજમાં લખાણ લખ્યું હતું કે, ‘હું અનુભાના દબાણથી ગળેફાંસો ખાઉં છું. રિદ્ધિ પટેલ અને રાજદીપના ત્રાસથી મરુ છું.’ તો ચોથા પેજમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા સહિતના નામો લખેલા હતા. આ અંગે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, “FSL રિપોર્ટ મળ્યો છે, પરંતુ હાલ તપાસ ચાલુ હોવાથી વધુ વિગતો જાહેર કરી શકાય તેમ નથી”
5 મેના રોજ અમિત ખૂંટે કરી હતી આત્મહત્યા
ગત 5મી મે 2025ના રોજ રીબડા ગામના યુવક અમિત ખૂંટ દ્વારા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો હતો. તેમજ મૃતકે ગળાફાંસો ખાતા પૂર્વે સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જે સ્યુસાઇડ નોટ તપાસના કામે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા કબ્જે પણ કરવામાં આવી છે. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષપ્રેરણ સહિતની કલમ હેઠળ અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, પૂજા રાજગોર તમે 17 વર્ષીય સગીરા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
અનિરુદ્ધસિંહ જાડેજાને પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કર્યું
રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા કાયદાના સકંજામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠીયા હત્યા કેસમાં એક મહત્વનો આદેશ આપ્યો હતો. જેના બાદ પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહે સરેન્ડર પણ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














