close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

Rajkot News

રાજકોટ લોહીયાળ પ્રેમ પ્રકરણમાં ખુલાસો : રવિરાજ રોજ રાત્રેના ખુશ્બુના ઘરે જતો હતો, અને ૨-૩ વાગ્યે પરત ફરતો

રાજકોટ લોહીયાળ પ્રેમ પ્રકરણમાં ખુલાસો : રવિરાજ રોજ રાત્રેના ખુશ્બુના ઘરે જતો હતો, અને ૨-૩ વાગ્યે પરત ફરતો

રાજકોટના યુનીવર્સીટી પોલીસ મથકના મહિલા ASI ખુશ્બુ કાનાબાર અને સાથી કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની કાલાવડ રોડ પર આવેલ ખુશ્બુના ઘરમાંથી ગોળીથી વિંધાયેલ હાલતમાં લાશ મળી આવી હતી જેને લઇ પોલીસે અકસ્માતે મોત નો ગુનો નોંધી FSL ની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી હતી જેમાં ગઈકાલે FSL રીપોર્ટ આવતા ની સાથે સમગ્ર મામલે નવો વળાંક સામે આવ્યો છે. ચાર દિવસથી એક એવી ચર્ચા ચાલતી હતી કે, રવિરાજસિંહે પહેલા ખુશ્બુની હત્યા કરી બાદમાં પોતે આત્મહત્યા કરી છે. જે દિશા તરફ પોલીસ આગળ તપાસ કરી રહી હતી અને એવામાં એફ.એસ.એલ રિપોર્ટમાં ખુશ્બુના ખભા પરથી ગન પાઉડર મળી જતા ખુશ્બુએ પહેલા રવિરાજની હત્યા નિપજાવી, અને બાદમાં પોતે આત્મહત્યા

Jul 16, 2019, 01:19 PM IST
ASI-કોન્સ્ટેબલની લવસ્ટોરીના લોહિયાળ અંજામ બાદ રાજકોટ પો. કમિશનરનો આદેશ, સર્વિસ રિવોલ્વર ઘરે નહિ લઈ જવી

ASI-કોન્સ્ટેબલની લવસ્ટોરીના લોહિયાળ અંજામ બાદ રાજકોટ પો. કમિશનરનો આદેશ, સર્વિસ રિવોલ્વર ઘરે નહિ લઈ જવી

રાજકોટમાં ગઈકાલે મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલના આપઘાત બાદ રાજકોટ પોલીસ કમિશનરે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ, હવે દરેક પોલીસ ASI અને જમાદારે ડ્યુટી પૂરી થયા બાદ પોતાની સર્વિસ રિવોલ્વર પોલીસ મથકમાં જમા કરાવી પડશે.

Jul 12, 2019, 10:23 AM IST
રાજકોટ મર્ડર કેસમાં જોરદાર ટ્વિસ્ટ, મહિલાએ 2 પ્રેમી સાથે મળી પૂર્વ પતિની કરી હત્યા

રાજકોટ મર્ડર કેસમાં જોરદાર ટ્વિસ્ટ, મહિલાએ 2 પ્રેમી સાથે મળી પૂર્વ પતિની કરી હત્યા

રાજકોટમા ફરી એક વાર સંબંધોનું ખૂન થયાનુ સામે આવ્યુ છે. છુટાછેડા લીધા બાદ અવારનવાર પૂર્વ પતિ દ્વારા ત્રાસ આપવામા આવતા પૂર્વ પત્નીએ પોતાના બે પ્રેમીઓ સાથે મળી પોતાના પૂર્વ પતિની હત્યા કરી છે. જે મામલે પોલીસે હત્યા કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. 

Jul 11, 2019, 04:35 PM IST
સ્વરૂપવાન મહિલા ASI અને કોન્સ્ટેબલે એકસાથે સ્યૂસાઈડ કર્યું, રાજકોટનો આજનો સૌથી ચર્ચાસ્પદ કિસ્સો

સ્વરૂપવાન મહિલા ASI અને કોન્સ્ટેબલે એકસાથે સ્યૂસાઈડ કર્યું, રાજકોટનો આજનો સૌથી ચર્ચાસ્પદ કિસ્સો

મોડી રાત્રે રાજકોટમાં અતિચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના 150 ફૂટ રોડ પાસે એક એપાર્ટમેન્ટમાં એક મહિલા એએસઆઈ અને કોન્સ્ટેબલ એકસાથે રહેતા હતા. બંનેનો મૃતદેહ લમણે ગોળી મારેલો મળી આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર રાજકોટમાં વિવિધ વાતો વહેતી કરી છે. આ ઘટનાને પગલે રાજકોટ પોલીસ બેડામાં પણ સન્નાટો છવાયો છે. 

Jul 11, 2019, 02:02 PM IST
રાજકોટ : ચારિત્ર્ય પર શંકા કરીને પતિએ પૂર્વ પત્ની પર કર્યો એસિડ એટેક

રાજકોટ : ચારિત્ર્ય પર શંકા કરીને પતિએ પૂર્વ પત્ની પર કર્યો એસિડ એટેક

ક્રાઈમ સિટી રાજકોટમાં ગઈકાલે મહિલાઓ સાથે બે વિચિત્ર બનાવ બન્યા હતા. બંને કિસ્સામાં મહિલાઓ પર હુમલા કરવામા આવ્યા છે, જે પરથી સમજી શકાય કે રાજકોટમાં મહિલા સલામતી નથી. આવી જ એક ઘટનામાં પૂર્વ પતિએ મહિલાના ચહેરા પર એસિડ એટેક કર્યો હતો. 

Jul 11, 2019, 08:40 AM IST
રાજકોટ : ઈન્કમ ટેક્સ ઓફિસર ખેડૂત પાસેથી 30 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

રાજકોટ : ઈન્કમ ટેક્સ ઓફિસર ખેડૂત પાસેથી 30 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

રાજકોટના કલાસ ટુ ઇન્કમ ટેક્સ ઓફિસરને ખેડૂત પાસેથી રૂપિયા 30,000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યા છે. આ ઘટના ઈન્કમ ટેક્સ ઓફિસમાં ચર્ચાને ચકડોળે ચઢી છે. 

Jul 9, 2019, 04:00 PM IST
અડધી રાત્રે લૂંટાયું  Axis બેંકનું ATM, 11.50 લાખની ચોરીથી રાજકોટમાં ખળભળાટ

અડધી રાત્રે લૂંટાયું Axis બેંકનું ATM, 11.50 લાખની ચોરીથી રાજકોટમાં ખળભળાટ

રાજકોટમાં એટીએમને લૂંટવાની ઘટના સામે આવી છે. એક્સિસ બેંકના એટીએમમાં પૂરા સાડા અગિયાર લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે. અંધારાનો લાભ લઈને એટીએમ તોડીને છૂ થઈ જનાર ચોરના આતંકને પગલે પોલીસ પણ દોડતી થઈ હતી.

Jul 2, 2019, 02:57 PM IST
ગોંડલ : પશુઓમાં જોવા મળતો રોગ 4 વર્ષની બાળકીને થતા આરોગ્ય વિભાગ દોડતું થયું

ગોંડલ : પશુઓમાં જોવા મળતો રોગ 4 વર્ષની બાળકીને થતા આરોગ્ય વિભાગ દોડતું થયું

બ્રુસેલોસીસ પ્રકારનો તાવ સામાન્ય રીતે પશુઓમાં જ જોવા મળે છે. પરંતુ પ્રાણીઓને થતો આ તાવ ગોંડલ તાલુકાના હડમતાળા ગામની 4 વર્ષની બાળકીમાં જોવા મળતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બાળકીને સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને આજે તેની તબિયત સ્વસ્થ થઇ જતા તેણે હોસ્પીટલમાંથી રજા આપી દેતા ઘરે લઇ આવવામાં આવી છે.

Jul 2, 2019, 02:35 PM IST
મહિલાઓએ દુપટ્ટાની મદદથી ગજબ સ્ટાઈલમાં કરી રૂપિયાની ચોરી, રાજકોટની ઘટના

મહિલાઓએ દુપટ્ટાની મદદથી ગજબ સ્ટાઈલમાં કરી રૂપિયાની ચોરી, રાજકોટની ઘટના

રાજકોટમાં મહિલાઓની એક દુપટા ગેંગ સક્રિય થઇ છે. આ ગેંગની 6 જેટલી મહિલાઓ એક સાથે દુકાનમાં પ્રવેશ કર્યા બાદમાં વેપારીની નજર ચૂકવી દુપટાની આડશમાં એક મહિલાએ કાઉન્ટરમાં રહેલા 20 હજાર રૂપિયાની ચોરી કરી હતી.

Jul 2, 2019, 02:13 PM IST
રાજકોટ : અભ્યાસ માટે મમ્મીએ આપેલો ઠપકો ભારે લાગતા વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી

રાજકોટ : અભ્યાસ માટે મમ્મીએ આપેલો ઠપકો ભારે લાગતા વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી

રાજકોટના સરધારમાં એક વિદ્યાર્થીનીએ કેરોસીન છાંટીને આત્મહત્યા કરી છે. માતાએ અભ્યાસ માટે ઠપકો આપતા વિદ્યાર્થીનીએ આ પગલુ ભર્યું હતું. 

Jun 27, 2019, 01:16 PM IST
કાકાજી સસરાના પ્રેમમાં પડેલી બહેનની ભાઈએ કરી હત્યા, મારીને લાશ પાસે બેસી રહ્યો

કાકાજી સસરાના પ્રેમમાં પડેલી બહેનની ભાઈએ કરી હત્યા, મારીને લાશ પાસે બેસી રહ્યો

રાજકોટમાં એક ભાઈએ બહેનની ગળુ દબાવીને હત્યા કરી છે. ત્યારે આ સમગ્ર મામલામાં બહેનનું કાકાજી સસરા સાથે પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે. 

Jun 10, 2019, 01:09 PM IST
VIDEO રાજકોટ: ખેડૂતોના ઉપવાસ આંદોલનનો અંત, 15 દિવસમાં ચૂકવાશે પાકવીમો

VIDEO રાજકોટ: ખેડૂતોના ઉપવાસ આંદોલનનો અંત, 15 દિવસમાં ચૂકવાશે પાકવીમો

અંતે રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોના ઉપવાસનો અંત આવ્યો છે. બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી. કે. સખિયા મધ્યસ્થી બનવા પહોંચ્યા હતા અને ખેડૂતો અને સરકાર વચ્ચે સખિયા મધ્યસ્થી બન્યા હતા.

Jun 9, 2019, 10:58 PM IST
અડધી રાત્રે ST બસ બંધ પડતા 6 કલાક મુસાફરો રઝળ્યા, પણ ડેપોમાંથી કોઈ મદદ ન મળી

અડધી રાત્રે ST બસ બંધ પડતા 6 કલાક મુસાફરો રઝળ્યા, પણ ડેપોમાંથી કોઈ મદદ ન મળી

એક તરફ સરકાર અન્ય ખાનગી વાહનો કરતાં એસટી બસમાં મુસાફરી કરવી વધુ સલામત હોવાના દાવા કરે છે. એસટી અમારી સલામત સવારી જેવા નારા આપવામાં આવે છે. પરંતુ અડધી રાત્રે જો કોઈ જગ્યાએ એસટી બસ બંધ થઈ જાય તો કોઈ જવાબ નથી આપતું. જી હાં આ ઘટના બની છે મોરબીમાં સુરજબારી પુલ નજીક...

Jun 7, 2019, 10:40 AM IST
વોટરપાર્કમાં જમતી વખતે સાવધાન, તમારી સાથે પણ થઈ શકે છે આવું

વોટરપાર્કમાં જમતી વખતે સાવધાન, તમારી સાથે પણ થઈ શકે છે આવું

હાલ ગરમીને કારણે રાજ્યોના મોટાભાગના વોટરપાર્કમાં ફૂલ ભીડ હોય છે. ત્યારે રાજકોટ ગ્રીનલીફ વૉટર પાર્કનો એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં પાર્કમાં આવેલી મહિલાઓના એક ગ્રૂપમાં જે થાળી પિરસવામા આવી હતી, તેમાં ગરોળીનું મરેલુ બચ્ચુ આવ્યુ હતુ, જેના બાદ હોબાળો મચ્યો હતો. 

Jun 6, 2019, 11:36 AM IST
ઈંગ્લેન્ડના વૃદ્ધ નાગરિક અમદાવાદથી નીકળેલી ટ્રેનમાં મૃત મળ્યા

ઈંગ્લેન્ડના વૃદ્ધ નાગરિક અમદાવાદથી નીકળેલી ટ્રેનમાં મૃત મળ્યા

દર વર્ષે ભારતમાં અનેક વિદેશી નાગરિકો આવતા હોય છે. વિદેશી નાગરિકો ભારતના વિવિધ રાજ્યોમાં ભ્રમણ કરતા હોય છે, તો કેટલાકને ભારત એટલુ ગમે છે કે તેઓ ચાર/પાંચ મહિના સુધી ભારતમાં રહે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ કરે છે. ત્યારે ઈંગ્લેન્ડને રાજકોટ જતી ટ્રેનમાં દુખદ મોત મળ્યું છે. 

Jun 5, 2019, 03:42 PM IST
Video : સાત સમુંદર પાર પહોંચ્યો ડાયરાનો ક્રેઝ, લંડનમાં કીર્તિદાનના ડાયરામાં પાઉન્ડનો વરસાદ

Video : સાત સમુંદર પાર પહોંચ્યો ડાયરાનો ક્રેઝ, લંડનમાં કીર્તિદાનના ડાયરામાં પાઉન્ડનો વરસાદ

ગુજરાતી લોક સંગીતના અગ્રણી એવી કીર્તિદાન ગઢવીનો લંડનમાં ડાયરો યોજાયો લંડનવાસીઓ કિર્તીદાનના ડાયરામાં ડૉલર અને પાઉન્ડનો વરસાદ થયો હતો. 

Jun 2, 2019, 10:48 AM IST
રાજકોટ : બાબાસાહેબ આંબેડકરની તસવીર હાથમાં લઈ દલિત સમાજના 11 વરરાજા પરણવા નીકળ્યા

રાજકોટ : બાબાસાહેબ આંબેડકરની તસવીર હાથમાં લઈ દલિત સમાજના 11 વરરાજા પરણવા નીકળ્યા

રાજકોટનાં ધોરાજીમાં મેઘવાર સમાજના સમૂહ લગ્નમાં 11 વરરાજોઓનો સામૂહિક વરઘોડો નીકળ્યો છે. રાજ્યમાં એક્તા અને ભાઈચારાનો સંદેશ આપવા માટે મેઘવાર સમાજે એકસાથે 11 વરરાજાઓનો વરઘોડો કાઢ્યો હતો.  ધોરાજીનાં ગેલેક્સી ચોકથી ભૂખી ચોકડી સુધી વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

Jun 2, 2019, 09:47 AM IST
રાજકોટ: PM મોદીની 1000થી પણ વધુ તસવીરોનું મેગા એક્ઝિબિશન, 2 સેન્ટીમીટરનું સ્ટેચ્યું બન્યું આકર્ષણનું કેન્દ્ર

રાજકોટ: PM મોદીની 1000થી પણ વધુ તસવીરોનું મેગા એક્ઝિબિશન, 2 સેન્ટીમીટરનું સ્ટેચ્યું બન્યું આકર્ષણનું કેન્દ્ર

દેશમાં બીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ રાજકોટ ખાતે પ્રધાનમંત્રીના ફોટોગ્રાફ્સનું મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે આજ થી ૩ દિવસ ચાલનાર પ્રધાનમંત્રીની તસ્વીરના આ મેગા એક્ઝિબિશનમાં દેશભરના 200 જેટલા કલાકારોએ ભાગ લીધો છે.

Jun 1, 2019, 08:29 PM IST
ધોરણ-10માં નાપાસ થતા વિદ્યાર્થીનીએ 6 માળની બિલ્ડીંગ પરથી લગાવી મોતની છલાંગ

ધોરણ-10માં નાપાસ થતા વિદ્યાર્થીનીએ 6 માળની બિલ્ડીંગ પરથી લગાવી મોતની છલાંગ

કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ હોય છે જે આવા પરિણામથી નાસીપાસ થઈ જાય છે. આવો જ એક કિસ્સો ઉપલેટામાં બન્યો છે. નાપાસ થનાર ઉપલેટાની વિદ્યાર્થીનીએ છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી હતી.

May 21, 2019, 01:00 PM IST
ઘોડે બેસીને પરણવા જઈ રહેલા યુવકને ખબર ન હતી કે, તેની માતા હવે થોડા સમયની જ મહેમાન છે

ઘોડે બેસીને પરણવા જઈ રહેલા યુવકને ખબર ન હતી કે, તેની માતા હવે થોડા સમયની જ મહેમાન છે

ગઈકાલે ઉનામાં એક લગ્ન પ્રસંગમા દુખદ ઘટના બની હતી. ઘોડે બેસીને પરણવા જઈ રહેલા યુવકને ખબર ન હતી કે, તેની માતા હવે થોડા સમયની જ મહેમાન છે. તેના ઘરે આવનારી ખુશીઓ એકાએક માતમમાં ફેરવાઈ ગઈ હતી. પુત્રના લગ્નમાં જ માતાએ અંતિમ શ્વાસ લીધો હતો. 

May 21, 2019, 11:35 AM IST