)
રાજકોટ જિલ્લા ના જેતપુર ના સ્મશાન માં અનેક દેવી દેવતાં ની મૂર્તિ ઓ છે અને લોકો તેની પુજા કરતા જોવા મળે છે, અહીં એક મૂર્તિ અને તેની પૂજા કરતા એક વ્યક્તિ ખાસ ધ્યાન ખેંચે છે, એ વ્યક્તિ છે જેતપુર ના બાંધકામ ઉદ્યોગ સાથે સંકડાયેલ ચંદુભાઈ મકવાણા, ચંદુભાઈ નો રોજ સવારે પ્રથમ જેતપુરના સ્મશાન માં આવે અને એક મૂર્તિ પાસે જઈ ને તેની પૂજા કરે, ચંદુભાઈ જે મૂર્તિ ની પૂજા કરે છે તે કોઈ ભગવાન ની મૂર્તિ નથી પરંતુ તે છે ચંદુભાઈ ના પરમ મિત્ર અપ્પુ જોગરણા, અપ્પુ ભાઈ અને ચંદુભાઈ બંને બાળપણ ના મિત્રો છે, અને બન્ને જીગર જાન મિત્રો હતા, બન્ને એક બીજા માટે જાન આપવા તૈયાર રહેતા હતા, બન્ને મૂળ ભાવનગર ના રહેવાસી, ચંદુભાઈ પોતાના કામ ધંધા માટે જેતપુર આવી ગયા હતા, એક વખત અપ્પુભાઈ નું એક્સીડેન્ટ થયું અને ચંદુભાઈ તેને મળવા પોહોચે તે પહેલાં જ અપ્પુભાઈ એ આ દુનિયા છોડી દીધી હતી.
ચંદુભાઈ ને કોઈ જગ્યા એ ચેન પડે નહીં, અને રોજ તેને તેનો મિત્ર યાદ આવે કોઈ મુશ્કેલી હોય કામ પુરા થતા ન હોય ત્યારે ચંદુભાઈ ને તેનો મિત્ર અપ્પુ યાદ આવે અને તેના સ્મરણ સાથે જ ચંદુભાઈ ના અટકેલા કામ પુરા થાય, ચંદુભાઈ ને અપ્પુ જાણે કે અદ્રશ્ય રહી ને દરેક કામ માં સાથે જ હોય તેવી અનુભૂતિ થતી હતી, હમેશા પોતાના દિલ માં વસી ગયેલા અપ્પુ ને કાયમ જીવંત રાખવા માટે ચંદુભાઈ એ કઈક કરવા નો વિચાર આવ્યો અને તેણે તેની મૂર્તિ બનાવી ને જેતપુર ના સ્મશાન માં સ્થાપિત કરી, આજે પણ ચંદુભાઈ દિવસ ની શરૂઆત અને ઘરે થી નીકળે એટલે પ્રથમ તે તેના મિત્ર ની પુજા કરી ને જ કરે છે...
ચંદુભાઈ પોતાના જીગર જાન મિત્ર ના નામ ઉપર અપુ કન્ટ્રેક્શન અપુ ફર્નિચર તેમજ ચંદુભાઈ કોઈ પણ નવું સાહસ કરે તો તેમના મિત્ર ના નામ ઉપર રાખે પોતાના મિત્ર અપુ ભાઈ ના નામ ઉપર સમૂહ લગ્ન પણ પોતાના મિત્ર ના નામ ઉપર કરે છે,સાથે જેતપુર મા ચંદુભાઈ ની મિત્રતા ને લોકો કૃષ્ણ અને સુદામા સાથે સરખાવે છે, ચંદુભાઈ અને તેમના જીગરજાન મિત્ર ના જોગાના જોગ જન્મદિવસ એકજ દિવસે છે અને ચંદુભાઈ પોતાનો જન્મદિવસ હોઈ ત્યારે સમશાન આવી પોતાના મિત્ર સાથે કેક કાપી મિત્ર સાથે જન્મદિવસ ની પણ ઉજવણી કરે છે ત્યારે આજે ફ્રેન્ડ સીપ દિવસ હોવાથી ચંદુભાઈ પોતાના મિત્ર ને બહુ યાદ કરે છે અને સ્મશાન જઈ પોતાના મિત્ર ને ફ્રેન્ડ સીપ બેલ્ટ બાંધે છે અને પોતાના મિત્ર સાથે કેક કાપી ઉજવણી કરે છે ત્યારે કહેવાય કે ચંદુભાઈ અને અપ્પુ ભાઈ ની મિત્ર કૃષ્ણ અને સુદામા ની મિત્રતા સાર્થક કરે છે.
મિત્રની વ્યાખ્યાને કોઇપણ શબ્દ કોષમાં બાંધવી સહેલી નથી, આદિકાળમાં રાજા રણછોડ(શ્રીકૃષ્ણ) અને સુદામાની દોસ્તીથી સૌ કોઇ જાણે જ છે,ત્યારે આ યુગમાં પણ દોસ્તીનો દિવો હજુ એટલો જ પ્રજ્લ્લીત છે. તે આ કિસ્સાથી પ્રતિત થઇ રહ્યું છે. જેતપુરના ચંદુભાઇ મકવાણાએ પોતાના 25 વર્ષ પહેલા ભાવનગર પાસે અકસ્માતમાં મૃત્યું પામેલા મિત્રની યાદમાં તેની પ્રતિમા જેતપુર સ્મશાન ઘાટ ખાતે મુકી પોતાના મિત્ર સ્વ.વિશાલભાઇ (અપ્પુ) વિરેન્દ્રભાઇ જાગરાણાની યાદને જીવંત રાખી છે. ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે, યારા તેરી યારી કો મેને તો ખુદા માના...યૈ દોસ્તી હમ નહીં તોડેગેં..
સૌરાષ્ટ્રની પરંપરા અનુસાર મિત્રતા કે દોસ્તીને સૌથી મોટો સંબંધ માનવામાં આવે છે. સગો ભાઈ પણ જેવી મદદ ન કરી શકે તેવી મદદ મિત્રો દ્વારા કરવામાં આવી હોવાના કિસ્સાઓ અહીં ઠેર-ઠેર જોવા મળતા હોય છે. પરંતુ શહેરના એક યુવાને પોતાની મિત્રતા કાયમી તાજી રહે તે માટે અવસાન પામેલા જીગરી દોસ્તની આબેહૂબ પ્રતિમા બનાવી અહીંના અંતિમધામમાં મુકાવીને મિત્રતાનો નવો અધ્યાય લખી નાખ્યો છે.
25 વર્ષના વહાણા વિતી ગયા છતા મિત્રને ભૂલી ન શકનાર આ યુવાને પોતાના દોસ્તની યાદ કાયમ માટે જળવાઈ રહે તે માટે કરેલું આ કામ શહેરમાં ચર્ચાનો વિષય બન્યું છે. લોકો આ કાર્યને મિત્રતાની અનોખી મિસાલ માની હૃદયપૂર્વક આ કાર્યની પ્રશંસા કરી રહ્યા છે. દેશ-વિદેશમાં ક્યારેય કોઈ મિત્રએ પોતાના મૃતક દોસ્તની યાદમાં આવું અદ્ભૂત કાર્ય કર્યું હોવાનું હજુસુધી જોવા કે સાંભળવા મળ્યું નથી.
જેતપુરના અપ્પુ કન્સ્ટ્રક્શન વાળા ચંદુભાઈ મકવાણાનો મિત્ર વિશાલ વિરેન્દ્રભાઈ જોગરાણા 25 વર્ષ પહેલા તારીખ 26.3.2000 ના રોજ ભાવનગર નજીકના એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. જીગરજાન મિત્ર વિશાલનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું ત્યારથી ચંદુભાઈ ભારે ગુમસુમ રહેતા હતા. મિત્રતા ભૂલવી અશક્ય લાગતા મિત્રની સ્મૃતિ કાયમી જાળવી રાખવા માટે ચંદુભાઇએ શિલ્પી દ્વારા વિશાલની પ્રતિમા બનાવી અહીના સ્મશાનઘાટમાં મુકતા આ વાતના જાણકારોમાં બંનેની મિત્રતાના ભરપૂર વખાણ થઈ રહ્યા છે
સામાન્ય રીતે વતન માટે કંઈક કરી છૂટેલા શહીદોની યાદમાં તેમજ દેશની જીવિત કે મૃત હસ્તીઓના સ્ટેચ્યુ બનાવી અને તે પ્રજા વચ્ચે મુકાતા હોવાની વાતથી આપણે સૌ પરિચિત છીએ. પરંતુ મિત્રની પ્રતિમા મૂકી સદગતની સ્મૃતિ જાળવવાનો પ્રયાસ થાય તે વાત સૌ પહેલા જેતપુરના ચંદુભાઇએ સાબિત કરી બતાવી છે. ચંદુભાઈની આ અનોખી શ્રદ્ધાંજલીથી ચોક્કસ મૃતક મિત્રનો આત્મા પણ તૃપ્ત થયો હશે. ચંદુભાઈને રોજ સ્મશાન માં એક મૂર્તિ ને દર્શન અને પૂજા કરતા જોઈ ને અનેક લોકો આના વિષે જાણે અને જ્યારે આ બન્ને ની મિત્રતા વિષે જાણી ને આફરીન પોકારી જાય અને બન્ને ની મિત્રતા માટે કોઈ શબ્દો કે શું કહેવું તે વિચાર કરવો પડે તેવી સ્થિતિ હોય છે.
આજના કળયુગ માં મતલબ જ મિત્રતા ત્યારે ચંદુભાઈ ની તેના મિત્ર માટે ની આસ્થા અને તેની મિત્રતા જોઈને કોઈ ને પણ ઈર્ષા થાય તે ચોક્કસ છે, આજ ના આ ફ્રેડશીપ દિવસે દરેક મિત્રોને ચંદુભાઈ જેવો મિત્ર મળે તેવી શુભેચ્છાઓ...