રાજકોટ : શહેરનાં કોઠારિયાના ધનલક્ષ્મી પેટ્રોલ પંપ નજીક રહેતી અને જલારામ હોસ્પિટલમાં ક્લાર્ક તરીકે ફરજ કરતી છાંયા વજુભાઇ રૈયાણી (ઉ.વ 19) સવારે એક્ટિવા લઇને નોકરી પર જવા માટે ઘરેથી નિકળી હતી. પુનિતનગરના ટાંકા નજીક કોઇ અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું. જેથી છાંયાને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: નવા 485 કેસ, ગુજરાતમાં કોરોનાના માત્ર 5967 જ દર્દી, 2 મોત


મૃતક છાંયા બે બહેન અને એક ભાઇમાં સૌથી નાની હતી. તેના પિતાનું છ મહિના પહેલા જ અવસાન થયું હતું. ઘરનાં મોભીને ગુમાવ્યાનાં 6 જ મહિનામાં દિકરી પણ ગુમાવતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. પરિવાર મુળ ગોંડલનો વતની છે. 6 મહિના પહેલા જ કોઠારીયા ખાતે ભાડે રહેવા આવ્યો હતો. માલવીયાનગર પોલીસે ઘટના અંગે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ આદરી છે. આસપાસનાં વિસ્તારની દુકાનોનાં સીસીટીવી સહીતનો ટેક્નિકલ સર્વેલન્સ શરૂ કર્યો છે. 


સરકાર પાણીના ભાવે આપી રહી છે જમીન, ખેડૂત છો તો ઝડપથી બની શકશો કરોડપતિ


મોરબી રોડ પર પિતાને મળવા ગયેલી યુવતીનું મોત
મોરબી રોડ પર ઇન્દ્રપ્રસ્થ સોસાયટી-3માં રહેતી ખુશ્બુ ભુવા (ઉ.વ 23) ગત્ત રાત્રે નવ વાગ્યે ગ્રીન લેન્ડ ચોકડી ખાતે પોતાનાં પિતા અને અન્ય સગાઓ સહિત સાથે ઉભી હતી. ત્યારે અચાનક બેભાન થઇને ઢળી પડી હતી. તેને તત્કાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જો કે હોસ્પિટલમાં ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. યુવતીનાં પિતા મશીનરી પાર્ટનું કામકાજ કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube