RAJKOT: યુવક ઓફિસે ગયા બાદ તેના મિત્રો ઘરે આવતા અને કહેતા ભાભી આજે મોજ કરાવો અને...

શહેરમાં વધારે એક વ્યાભિચારની ઘટના અંગેની  ફરિયાદ નોંધાઇ છે. રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મિત્રો દ્વારા જ પોતાની મિત્રની પત્ની સાથે રંગરેલિયા મનાવાતા હોવાની ફરિયાદ નોંધાઇ છે. ત્યાર બાદ યુવક પોતાની પત્નીને પિયર મુકી આવ્યો હતો. જો કે યુવતીના આશિક અને યુવકના મિત્રએ ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. ઘટના અંગે મળતી માહિતી અનુસાર એક મયુર અને મયુરીના પ્રેમ લગ્ન થયા હતા. લગ્ન બાદ મયુર અને મયુરી બંન્ને રાજકોટ આવી ગયા હતા. 

Updated By: Jul 21, 2021, 12:02 AM IST
RAJKOT: યુવક ઓફિસે ગયા બાદ તેના મિત્રો ઘરે આવતા અને કહેતા ભાભી આજે મોજ કરાવો અને...
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ : શહેરમાં વધારે એક વ્યાભિચારની ઘટના અંગેની  ફરિયાદ નોંધાઇ છે. રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મિત્રો દ્વારા જ પોતાની મિત્રની પત્ની સાથે રંગરેલિયા મનાવાતા હોવાની ફરિયાદ નોંધાઇ છે. ત્યાર બાદ યુવક પોતાની પત્નીને પિયર મુકી આવ્યો હતો. જો કે યુવતીના આશિક અને યુવકના મિત્રએ ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. ઘટના અંગે મળતી માહિતી અનુસાર એક મયુર અને મયુરીના પ્રેમ લગ્ન થયા હતા. લગ્ન બાદ મયુર અને મયુરી બંન્ને રાજકોટ આવી ગયા હતા. 

SURAT: માસ્કના નામે અવાવરૂ જગ્યાએ તોડ કરવાનો POLICE નો વીડિયો VIRAL

જો કે રાજકોટમાં મયુરનાં બે મિત્રો ઘરે આવતા રહેતા હતા. વારંવાર તેઓ આવતા જતા હોવાનાં કારણે મયુરને શંકા ગઇ હતી. જેથીતેણે ગુપ્ત રીતે પોતાના ઘરમાં સીસીટીવી લગાવી દીધા હતા. આ સીસીટીવીમાં મયુરનાં બે મિત્રો પોતાની પત્ની મયુરી સાથે બિભત્સ હરકતો કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત તે જ્યારે પણ ઘરની બહાર નિકળે ત્યારે તેના મિત્રો ઘરે આવી જતા અથવા તો મયુરી ઘરની બહાર જતી રહેતી હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે મયુર પણ ચોંકી ઉઠ્યો હતો. 

AHMEDABAD: નારોલમાં દેહ વ્યાપાર કરતી મહિલા પર અજાણ્યા યુવકોનો છરી વડે હુમલો

જો કે આખરે મયુરે પત્નીને રંગે હાથ ઝડપી લેવાનો નિર્ધાર કર્યો હતો. મયુર નિયમિત ક્રમ પ્રમાણે ઘરેથી નિકળ્યો હતો. જો કે તે જેવો બહાર નિકળ્યો થોડી જ વારમાં તેની પત્ની મયુરી પણ ઘરની બહાર નિકળી હતી. જેથી મયુરે પોતાની પત્નીનો પીછો કરતા તે કુવાડવા રોડ પર આવેલી એક હોટલમાં પહોંચી હતી. જેથી થોડા સમય બાદ મયુરે હોટલમાં જઇને રૂમમાં પહોંચતા પોતાની પત્ની મયુરી અને મયુરના મિત્રો કઢંગી હાલતમાં ઝડપાયા હતા. જેથી મયુર તત્કાલ મયુરીને તેના પિયર મુકી આવ્યો હતો. જેથી ગિન્નાયેલા મયુરના મિત્રોએ તેને ધમકી આપી હતી કે તારી પત્નીને અહીં લઇ આવ નહી તો તને મારી નાખીશું. જેથી મયુરે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube