બહેનો તો નાની વાતમાં રોતા હોય છે! રાજકોટ ભાજપમાં બે મહિલા નેતાઓના વિવાદમાં આવું વચ્ચે કોણ બોલ્યું!

Rajkot Mayor Vs MLA War  : રાજકોટમાં મેયર અને ધારાસભ્ય વચ્ચેની તું તું મેં મેં માં મહિલા મોરચાના પ્રમુખનું નિવેદન સામે આવ્યુ છે 

બહેનો તો નાની વાતમાં રોતા હોય છે! રાજકોટ ભાજપમાં બે મહિલા નેતાઓના વિવાદમાં આવું વચ્ચે કોણ બોલ્યું!

Gujarat Politics : રાજકોટમાં ભાજપમાં જૂથવાદ મામલે મહિલા મોરચાના પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, વિવાદ મનપાનો છે, એ મારો વિષય નથી. બહેનો તો નાની-નાની વાતમાં રડતાં હોય છે. અમારી પાસે ફરિયાદ આવશે તો પ્રદેશ કક્ષાએ રજૂઆત કરીશું. મહત્વનું છે કે, બે દિવસ પૂર્વે મેયર નયનાબેન અને દર્શિતાબેન શાહ વચ્ચે પત્રિકા મુદે વિવાદ થયો હતો.મહિલા મોરચાના પ્રમુખ કિરણ માંકડિયાએ કહ્યું, ભાજપ એક પરિવાર છે, એક પરિવારમાં મતભેદ હોય છે, મનભેદ નથી.હજુ સુધી મારી પાસે કોઈ ફરિયાદ નથી આવી...

રાજકોટમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. રાજકોટમાં મેયર અને ધારાસભ્ય વચ્ચે તું તું મેં મેં થયું છે. દિવાળી કાર્નિવલના આમંત્રણ કાર્ડ મામલે બંને મહિલા નેતાઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. MLA દર્શિતા શાહ અને મેયર નયના પેઢડિયા વચ્ચે શહેર ભાજપ પ્રમુખની હાજરીમાં જ માહોલ ગરમાયો હતો. મેયરે ધારાસભ્યને તુંકારો દેતા મામલો વધુ ગરમાયો છે. 

Add Zee News as a Preferred Source

રાજકોટ મેયર નયના પેઢડિયા અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે વિવાદ મામલે મહિલા મોરચા પ્રમુખ કિરણ માંકડિયાએ નિવેદન આપતા કહ્યું કે, આ વિવાદ મનપાનો છે, એ મારો વિષય નથી. બહેનો તો નાની વાતમાં રોતા હોય છે. અમારી પાસે ફરિયાદ આવશે તો પ્રદેશના રજૂઆત કરશું. ભાજપ એક પરિવાર છે, એક પરિવારમાં મતભેદ હોય છે, મનભેદ નથી. હજુ સુધી મારી પાસે કોઈ ફરિયાદ નથી આવી.

શું હતો મુદ્દો
ભાજપની સંકલન બેઠક બાદ રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા અને ધારાસભ્ય ડો.દર્શિતા શાહ વચ્ચે સ્વદેશી મેળાના ઉદઘાટનને લઈને બોલાચાલી થઈ હતી. આ શાબ્દિક જીભાજોડી એટલી વધી ગઈ કે, હાજર તમામ લોકોએ તેમને શાંત પાડવાના પ્રયાસો કર્યા હતા, સ્થાનિક આગેવાનો અને નગરસેવકોએ મધ્યસ્થી કરવી પડી હતી. 

દિવાળી કાર્નિવલના આમંત્રણ કાર્ડ મામલે ચર્ચા ઉગ્ર બની હતી. ધારાસભ્ય અને શહેર BJP પ્રમુખની ચર્ચામાં મેયરે કૂદકો માર્યો હતો અને મેયરે કહ્યું કે, MLA દર્શિતા શાહે આમંત્રણ કાર્ડમાં પોતાનું નામ લખવા કહ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મેયર અને ધારાસભ્ય સામસામે આવી ચૂક્યા છે. સક પક્ષના નેતાના ડ્રાઈવરને હટાવતા વિવાદ થયો હતો. હાલ રાજકોટના મેયરથી અનેક મહિલા કોર્પોરેટરો નારાજ હોવાની ચર્ચા ચારેતરફ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news