Saurashtra University ના કેસ સ્ટડીમાં થયો ખુલાસો, આ સિન્ડ્રોમવાળા વ્યક્તિ ધરાવે છે આવી વિકૃતિ

એક એવી માનસિક સ્થિતીનું નામ છે કે જેમાં અંગત વ્યક્તિ અથવા ઘણી વખત કોઈનું અપહરણ (Kidnap) કરેલ હોય તેવી વ્યક્તિ સાથે એક પ્રકારનો સહાનુભૂતિ ભર્યો આવેગ વિકસે છે.

Saurashtra University ના કેસ સ્ટડીમાં થયો ખુલાસો, આ સિન્ડ્રોમવાળા વ્યક્તિ ધરાવે છે આવી વિકૃતિ

ગૌરવ દવે/રાજકોટ : સાંભળી ને નવીન લાગે કે શું કોઈ વ્યક્તિ પોતાની અંગત અને ગમતી વ્યક્તિને પણ દુઃખી કરી ટોર્ચર કરી શકે? જવાબ છે હા. જેને મનોવિજ્ઞાનની ભાષામાં ડોમેસ્ટિક સ્ટોકહોલ્મ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે.
 મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં એક કેસ સ્ટડી (Case study) નું વિશ્લેષણ પુરોહિત અમી દ્વારા કરવામાં આવ્યું છે.

કેસ 90 વર્ષના દાદા (Grandfather) દ્વારા તેના 63 વર્ષના પુત્ર પર સતત ટોર્ચર, દવાઓ પણ જરૂરિયાત મુજબ પૂર્ણ ન કરવા દેવાની માનસિકતા, ત્યાં સુધી કે તે પુત્રની પત્ની પર નજર બગાડી માટે તેઓ 10 વર્ષ પેલા ઘર છોડી જતા રહ્યા, તેમના દીકરાને બે સંતાન એક દીકરી એક દીકરો, દાદા દીકરાના દીકરા પાસે પોતાના પિતાને માર મારવા લાલચ આપે.

63 વર્ષના પિતા (Father) ને પોતાના બાળકો અત્યાચાર કરે દીકરી પાપાને પકડી રાખે અને દાદા મારે. પ્રેમ લાગણીનો છાંટો ઘરમાં નહીં બસ એકબીજાને પીડે, ઘરમાં કંકાસ ભર્યું જ વાતાવરણ જેમાં ઘરના સભ્યો આ સિન્ડ્રોમ (Syndrome) થી પીડાતા હતા. દાદા અને દાદી સ્ટોકહોલ્મ સિન્ડ્રોમ (Stockholm Syndrome) ની સાથે સ્કીઝોઆઇડ પર્સનાલિટીના રોગી છે તેજ બાબતો દીકરા અને પૌત્રોમાં વારસાગત ઉતરેલી જોવા મળેલ.

શુ છે સ્ટોકહોલ્મ સિન્ડ્રોમ?
એક એવી માનસિક સ્થિતીનું નામ છે કે જેમાં અંગત વ્યક્તિ અથવા ઘણી વખત કોઈનું અપહરણ (Kidnap) કરેલ હોય તેવી વ્યક્તિ સાથે એક પ્રકારનો સહાનુભૂતિ ભર્યો આવેગ વિકસે છે. આ માનસિક જોડાણ ઘણા દિવસો અઠવાડિયાઓ કે વર્ષો દરમિયાન વિકસે છે. તે એક સંપૂર્ણ ભાવનાત્મક પ્રતિભાવ છે. એક રીતે જોઇએ તો આ પ્રકારની માનસિક પ્રતિક્રિયા ત્યારે જ ઉદભવે છે કે જ્યારે અપહરણ કરનાર પીડિત કે પીડિતા પર સીધી હિંસા ન કરે ઉપરાંત તેમની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. જેને લીધે પરિણામે બંધક ના મનમાં આવા આવેગો ઉદ્દભવે છે.

આ એક તીવ્ર મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, જેમાં પીડિતને તેમના ત્રાસ આપનારાઓ પ્રત્યે સહાનુભૂતિ જન્મે છે. તે કોઈ ન્યુરોલોજીકલ રોગ નથી.

ડોમેસ્ટિક સ્ટોકહોમ સિન્ડ્રોમ
આ પ્રકારના સિન્ડ્રોમ (Syndrome) માં ઘરેલુ હિંસાનો સમાવેશ કરી શકાય. જેમ કે ઘરેલુ હિંસા કોઈ પતિ તેની પત્નીને પ્રેમ કરે છે. છતાં પણ તેનું શોષણ, માર મારવો કે માનસિક ટોર્ચરીંગ જેવા નિષેધાત્મક વર્તન દાખવે છે. જેમાં તેની પત્ની પણ તેના સામે કોઈ પગલાં લેવા કે સામે આક્રમકતા દેખાડવાના બદલે તેના પર સહાનુભૂતિની લાગણી રાખે છે. તે એવું માને છે કે પોતે પણ તેને ચાહે છે અને હંમેશા તેની સાથે જ રહેવાનું છે.

શારીરિક શોષણના પણ ઘણા કિસ્સાઓ બહાર આવે છે અને તેની વિરુદ્ધ ઘણા હુલ્લડો પણ થાય છે. છતાં બધા જ કિસ્સાઓને આવો વેગ મળી શકતો નથી. ક્યારેક નાના બાળકો કે બાળકી પર કે પછી વૃદ્ધ પર પણ આવા વર્તન થતા હોય છે. ત્યારે તેને પોતે જ છુપાવી રાખે છે અથવા તો તેઓને ગુપ્ત રાખવા માટે માનસિક દબાણ આપીને કહેવામાં આવે છે.

પરિવારમાં સિન્ડ્રોમ (Syndrome) હોય તો તે આસપાસના વાતાવરણમાં પણ ઘણું નુકસાનકારક નીવડી શકે છે. તેની આસપાસના વાતાવરણના લોકો હિંસા વિશે તો જાણે છે પરંતુ કંઈ કરી શકતા નથી. કારણ કે પીડિત જ પોતાને પીડિત માનતો નથી.ઉપરાંત જ્યારે કોઈ વ્યક્તિ આક્રમક ગુનેગાર પર સંપૂર્ણપણે નિર્ભર હોય ત્યારે પણ આ પ્રકારની બધી પ્રક્રિયાઓ તેના પક્ષમાં સ્વીકારી લે છે.

આ પ્રકારની માનસિકતા સ્ત્રીઓમાં વઘુ જોવા મળે છે. એક અન્ય કેસ મનોવિજ્ઞાન ભવનમાં આવેલ જેમાં પત્ની પોતાના પતિને ખુબ જ પ્રેમ કરે પણ ટોન્ટ દરેક વાતમાં માર્યા કરે. હજારવાર પતી દ્વારા માફી માંગવામાં આવેલ છતાં જૂની વાતોની ટકટક સતત ચાલુ જ રાખે જેને કારણે તેમનું દાંમ્પત્ય જીવન બરાબર ચાલે નહીં. દાંમ્પત્ય જીવનમાં ફેરફાર આવ્યો તો પત્નીને બીજી શંકા જાગી કે જરૂર ક્યાંક અફેર છે. આમ જ શંકા અને આ સિન્ડ્રોમ (Syndrome) ને કારણે અનહદ પ્રેમ હોવા છતાં આ પતિ-પત્ની દુઃખી છે.

કારણો
- પીડિતો પ્રત્યે ની વફાદારી
- માનસિક બંધન, 
- ક્યારેક ધમકી,શારીરિક અને માનસિક શોષણ
- દબાણમાં જરૂરિયાતો પૂર્ણ કરવા અતિશય દબાણ. 
- પોતાના સ્વભાવની વાસ્તવિકતા જાણ્યા પછી અપરાધ ભાવને કારણે આવું વર્તન ઉદ્દભવે.
-  પરિવારમાં વારસાગત લક્ષણોને કારણે 

દૂર રહેવાની કે સર્વાઇવલ યુક્તિઓ
-ઘરેલુ હિંસા અને આવા સિન્ડ્રોમ ધરાવતા વ્યક્તિઓ ઘરેલુ ઘેલછાના સારા હેતુઓને જાણી-સમજી ઘરમાં શાંતિમય,પ્રેમ,પ્રોત્સાહન વગેરે જેવા વર્તનો કરી પોતાની લાગણીઓને જાગૃત કરી શકે.
-જ્યારે પુરુષ-આક્રમણ કરનાર સારા મૂડમાં હોય ત્યારે તેની પત્ની તેના આ વર્તનો વિશે જાગૃત કરવા માટે તેમજ તેને સુધારવા માટેના પ્રયત્નો કરી શકે.
- પ્રિયજન કે મિત્રની મદદ લઈ શકે.
-મનોચિકિત્સકની મદદ લઈ શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news