)
Rajkot News : રાજકોટની નીલ સિટી ક્લબમાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે વિવાદ થયો છે. વિશ્વ હિન્દુ પરિષદના ચેકિંગ દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વિહિપના સભ્યોને 'ભાજપના માણસો' ગણાવ્યા, અને અહીં ૧૫૦ વિધર્મીઓ છે’ તેવું કહીને સામનો કરવાનો પડકાર ફેંક્યો હતો. હાલ આ બોલાચાલીનો વીડિયો વાયરલ થયો છે.
નીલ સિટી ક્લબના દાંડિયા ફરી વિવાદમાં આવ્યું
પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂએ VHP સાથે બબાલ કરતા તેમની નીલ સિટી ક્લબ ફરીથી વિવાદમાં આવી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ સરપ્રાઈઝ ચેકિંગમાં જતા વિશ્વ હિન્દુ પરિષદને રોકી અપશબ્દો ભાંડયા હતા. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ વિશ્વ હિન્દુ પરિષદનાં લોકોને ભાજપના માણસો ગણાવી ગાળો ભાંડી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે, અમારે ત્યાં 150 વિધર્મીઓ છે તમે એમનો સામનો કરી શકશો? ત્યારે ઈન્દ્રનીલ રાજ્યગુરુ તથા વિશ્વ હિન્દુ પરિષદ વચ્ચે બબાલનો વીડિયો વાયરલ થયો છે.
ઉલ્લેખનીય છે કે, નીલ સિટી કલબ પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુનું છે. નિલ સિટી કલબમાં દાંડિયાનું આયોજન સમર્થ મહેતા કરે છે. સમર્થ મહેતા ઇન્દ્રનીલ રાજગુરૂનો ભાણેજ છે. બે દિવસ પહેલા પણ નિલસીટી કલબમાં બબાલ થઇ હતી.
ઈન્દ્રનીલ રાજ્યગુરુને VHPએ આપી ચેલેન્જ....
ઈન્દ્રનીલ રાજ્યગુરુની ક્લબમાં બબાલનો મામલે VHP આગેવાન મંગેશ દેસાઈનું મોટું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે, બજરંગ દળના કાર્યકરો ચેકિંગમાં ગયા હતા. 'ક્લબમાં આયોજકો નશામાં જોવા મળ્યા હતા. અમે હિન્દુઓ માટે ગયા હતા, પણ ઈન્દ્રનીલે ગેરવર્તુણક કરી. 150 વિધર્મીઓ મોકલીશ તેવું ઈન્દ્રનીલે કહ્યું હતું. સ્થળ અને સમય ઈન્દ્રનીલે ત્યાં હિન્દુ સંગઠનો આવશે. 150 નહીં 1500 વિધર્મીને સાથે રાખજો. ઈન્દ્રનીલ જેવા જયચંદને કારણે હિન્દુઓ ગુલામ છે. લવ જેહાદનો કાયદો કોંગ્રેસની સરકારમાં આવ્યો. રાજકોટમાં લવ જેહાદના 8થી 10 કેસ આવે છે. દર વર્ષે નીલસિટીમાં દાંડિયામાં હિન્દી ગીતો વગાડવામાં આવે છે.
નીલ સીટી માં વિવાદ બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ આવ્યા મીડિયા સમક્ષ આવ્યા હતા. સતત બે દિવસથી વિવાદ બાદ ઇન્દ્રનીલ રાજગુરૂ ખુલાસો કરશે તેવું જણાવ્યું. રાજકોટના નીલસિટી ક્લબ ખાતે ગરબામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોના વિધર્મીઓને લઈને વિવાદનો મામલે ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું કે, ધર્મનું કે આરાધના માટે અમારે ભાજપ કે ગૃહ મંત્રી પાસેથી શીખવાનું છે. સનાતન ધર્મ અને માતાજીની આરાધના માટે જે શાસ્ત્રો કહે છે એ છે. અમારે ત્યાં માતાજીના ગરબા ગવાય છે , રાસ ગરબા પૂર્ણ થયા બાદ અમે ૧૫ મીનીટ dj રમાડીને છીયે. એ પણ ત્યાં ગરબા લેવા આવતા લોકોની ઓછા મુજબ થાય છે. અમે હિન્દી સોંગને બદલે ગઈકાલે ઢોલ વગાડીને રમાડ્યા હતા. વિધર્મીઓ જો આવે છે તો એ કલમા ગાવા આવે છે કે માતાજીના ગરબા ગાવા. હિન્દુ ધર્મમાં મુસ્લિમ ધર્મની દીકરી ને પ્રેમ સંબંધમાં સ્વીકાર કરતા નથી તેઓએ કરે છે. તે વાતને લવ જેહાદ ગણે છે.
નવરાત્રિમાં વિદ્યર્મીઓ પણ માતાજીની અરાધના કરે છે
કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આગળ કહ્યું કે, વિદ્યર્મીઓ ગરબામાં આરાધના કરે છે કલમા થોડી પઢે છે. કોઈ માતાજીની આરાધના કરે તો એમાં વાંધો શું છે? હિન્દુ ધર્મમાં મુસ્લિમ છોકરીઓને સ્વીકારતા નથી. મુસ્લિમોમાં હિન્દુ યુવતીને સ્વીકારે છે. લવ જેહાદનો ગુબારો ભાજપે બનાવ્યો છે. કોઈ એક ઘટના બને તો ભાજપ અને લવજેહાદનો નામ આપે છે. રોજ-રોજ લવ જેહાદની ઘટના નથી બનતી.