રાજકોટની દેનાબેંકમાં 6 કરોડનું કૌભાંડ આચનાર પિતા-પુત્રની ધરપકડ

એક સમય હતો જ્યારે પિતા તેના પુત્રોની સારી નરસાની શીખ આપતા હતા. પરંતુ હવે એ સમય આવ્યો છે જ્યારે ખુદ પિતા જ પુત્ર સાથે મળી કૌભાંડ આચરવા માંડ્યા છે. જી, હા કદાચ આ વાત આપના માન્યામાં નઈ આવે પરંતુ આ વાત સાચી પડી છે. રાજકોટમા પિતા પુત્રએ મળી દેના બેંક સાથે રૂ. 6કરોડનું કૌભાંડ આચર્યુ છે. 

રાજકોટની દેનાબેંકમાં 6 કરોડનું કૌભાંડ આચનાર પિતા-પુત્રની ધરપકડ

રાજકોટ: એક સમય હતો જ્યારે પિતા તેના પુત્રોની સારી નરસાની શીખ આપતા હતા. પરંતુ હવે એ સમય આવ્યો છે જ્યારે ખુદ પિતા જ પુત્ર સાથે મળી કૌભાંડ આચરવા માંડ્યા છે. જી, હા કદાચ આ વાત આપના માન્યામાં નઈ આવે પરંતુ આ વાત સાચી પડી છે. રાજકોટમા પિતા પુત્રએ મળી દેના બેંક સાથે રૂ. 6કરોડનું કૌભાંડ આચર્યુ છે. રાજકોટમાં રહેતા મનહર કોટેચા અને તેમના પુત્ર અર્ચિતે દેના બેંકમાંથી લોન લીધી હતી. તેમણે નકલી દસ્તાવેજો રજૂ કરીને બેંકમાંથી 6 કરોડની લોન લીધી હતી. જોકે તેની ચૂકવણી ન કરતાં બેંકે ફરીયાદ કરી હતી. જેને લઈને ક્રાઈમબ્રાંચે આ કૌભાંડી પિતા-પુત્રની ધરપકડ કરી છે. 

રાજકોટ ક્રાઇમ બ્રાંચના સબ પોલીસ ઇન્સપેક્ટર અતુલ સોનારાએ જણાવ્યું હતું કે દેના બેંક સાથે આ પહેલા પણ છેતરપિંડી થઈ છે. પરંતુ તે બીજી બ્રાંચ હતી ત્યારે ભવિષ્યમા અન્ય છેતરપિંડીની ફરિયાદો સામે આવી  શકે છે. હાલ આ ગુનાના કામે બે આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. 

કોને કહેવાય કેશ ક્રેડિટ લિમીટ
બેંકો દ્વારા પોતાના કસ્ટમર ને આપવામા આવતી આ એક ધિરાણીની સુવિધા છે. જે અંતર્ગત જે તે પેઢી જો કેશ ક્રેડિટના માધ્યમથી ધિરાણ લેવા માંગતી હોઈ તેને સૌ પ્રથમ તો બેંકને એક અરજી કરવાની રહે છે. ત્યારબાદ બેંક જો પરવાનગી આપે તો એક અલગથી એકાઉન્ટ ખોલાવાનુ રહે છે. તો સાથો સાથ અરજદારે જેટલી રકમની જરૂર હોઈ તેટલી રકમની મિલ્કત મોર્ગેજ કરાવવાની રહે છે. જ્યારબાદ બેંક નક્કી કરે છે કે જે તે અરજદારને કેટલી રકમ આપવી.

દેના બેંક સાથે થયેલ છેતરપિંડીનુ હજુ એક કોકડુ તો પોલિસે ઉકેલ્યુ નથી તેમા પણ હજુ એક આરોપી પકડવાનો બાકી છે. ત્યારે આ કેસમા પણ કોઈ બેંક અધિકારીની ભુમિકા સામે આવે છે કે કેમ તે જોવુ અતિ મહત્વનુ બની રહેશે દેશના બેંકિગ ક્ષેત્ર સાથે જોડાયેલા એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યા છે. પહેલા મામા ભાણેજ, ત્યારબાદ કાકા ભત્રીજા અને હવે કૌભાંડ સામે આવ્યું છે બાપ બેટાનુ. રાજકોટમાં દેના બેંક સાથે કેશ કેડ્રિટ લોન દ્વારા બીજું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જે બાબતે ક્રાઈમબ્રાંચે કૌભાંડ આચરનાર બાપ દિકરાની ધરપકડ કરી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news