કૌટુંબિક ભત્રીજા સાથે પત્નીનું ઈલુ ઈલુ : પતિએ લવગાર્ડનમાં રંગે હાથ પકડી, બહુ મનાવી છતા ન માની તો ગોળી મારી દીધી
Rajkot Husband Killed Wife : કુટુંબી ભત્રીજા સાથે આંખ મળી જતાં ઘર છોડી ગયેલી પત્નિને ગોળી ધરબી દીધી-હાલત ગંભીર. પતિનો ફાયરીંગ કરી આપઘાત
Trending Photos
)
Rajkot News : રાજકોટમાં પત્નીના આડા સંબંધનો વધુ એક કરૂણ અંજામ ચકચાર મચાવી રહ્યો છે. પત્નીના લફરાને કારણે નાનકડો પરિવાર વિખેરાયો છે. પત્નીના કૌટુંબિક ભત્રીજા સાથે આડા સંબંધો બાદ પણ પતિએ રિસાયેલી પત્નીને મનાવવાનો બહુ પ્રયાસ કર્યો, અંતે ન માનતા પતિએ પત્નીને ગોળી મારી દીધી. જેના બાદ પતિએ પણ આપઘાત કર્યો. આ ઘટનામાં પતિનું મોત નિપજ્યું છે, અને પત્ની જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ ઘટના બાદ હેબતાઈ ગયેલા પરિવારે પત્નીના પ્રેમીને માર મારીને ભગાડ્યો હતો.
જામનગર રોડ નાગેશ્વરમાં ખળભળાટ મચાવતી ઘટના બની છે. આડાસંબંધનો લોહિયાળ અંજામ જોવા મળ્યો. નાગેશ્વર ભવાની ચોક જૈન મંદિર સામે તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતાં તૃષાબેનની પતિ લાલજીભાઈ પઢીયાર સાથે દોઢેક મહિનાથી માથાકૂટ ચાલતી હતી. જેથી તૃષાબેન ઘર છોડી સામેના સમેત શિખર એપાર્ટમેન્ટમાં બહેનપણી પૂજાબેન સાથે રહેતા હતા. સવારે તૃષાબેન અને પૂજાબેન જીમમાંથી આવ્યા ત્યારે પતિ લાલજી પઢીયારે આવી હાથાપાઇ કરી પછી પત્નિ પર બે ફાયરીંગ કર્યું હતું. આ બાદ પોતે પણ લમણે ગોળી મારીને આપઘાત કર્યો. પતિ લાલજીભાઈનું ઘટના સ્થળે જ મોતઃ નિપજ્યું હતું. તો પત્નિ તૃષાબેનની હાલત ગંભીર અને હાલ સારવાર હેઠળ છે.
પરિવારના જણાવ્યા અનુસાર, તૃષાબેનને કૌટુંબિક ભત્રીજા સાથે પ્રેમ પાંગર્યો હતો. તૃષાબેનને લાલજીભાઇના ફઈના દીકરા એટલે કે કુટુંબી ભત્રીજા વિશાલ મહેશભાઈ ગોહેલ સાથે પ્રેમસંબંધ હતો. ચોથી ઓક્ટોબરે તૃષા કુટુંબી ભત્રીજા વિશાલ સાથે લવ ગાર્ડનમાં બેઠી હોઇ પતિએ રંગેહાથ પકડી લીધી ત્યારથી માથાકુટ ચાલુ થઇ હતી. આ બાદ તૃષાબેન અને વિશાલે અરજી કરતાં પોલીસે લાલજીભાઇ સામે અટકાયતી પગલા લીધા હતાં. આ બાદ તૃષાબેન ઘરમાંથી દસ્તાવેજ, દાગીના, અગત્યના કાગળો વગેરે લઇને સામેના સમેત શિખર એપાર્ટમેન્ટમાં સાતમા માળે રહેતી બહેનપણી પૂજાને ત્યાં રહેવા જતી રહી હતી.
અઢાર વર્ષના દિકરાને મુકીને તે જતી રહી હોઇ લાલજીભાઇએ દિકરાને ખાતર પત્નિ તૃષાની ભુલને માફ કરી દેવા તૈયારી બતાવી હતી તેમજ અલગથી ઘર લાવી આપવાની પણ તૈયાર બતાવી હતી. આ બાદ લાલજીભાઈ અવાર-નવાર પત્ની તૃષાને મનાવવા તેની બહેનપણીના ઘરે આવતા જતા હતા. પરંતું તૃષા કોઈ કારણોસર આવવા તૈયાર ન હતી. આ કારણે લાલજીભાઈ ઉશ્કેરાઈ ગયા હતાં.
આજે સવારે તૃષા અને તેની બહેનપણી પૂજા જીમમાંથી આવ્યા ત્યારે સમેત શીખરના પાર્કિંગમાં બંનેને જોઇ લાલજીભાઇ ફરીથી ત્યાં ગયા હતાં. બોલાચાલી બાદ તેમણે પત્ની પર ફાયરિંગ કર્યુ હતું. ચારેક રાઉન્ડ ફાયરીંગમાં તેના પત્નિ તૃષાને ગળામાં ગોળી લાગી જતાં ગંભીર ઇજા થઇ હતી. જ્યારે લાલજીભાઇએ પોતે પણ લમણે ગોળી મારી હતી, જેમાં તેમનું મોત નિપજ્યું છે.
લાલજીભાઇ પઢીયાર બે ભાઇ અને એક બહેનમાં મોટા હતા. આ ઘટના બાદ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આખો પરિવાર લાલજીભાઈ પાછળ વલોપાત કરતો જોવા મળ્યો હતો. તો બીજી તરફ, કાકી સાથે પ્રેમસંબંધ બાંધનારો વિશાલ ગોહેલ પોતે પરણેલો અને એક સંતાનનો પિતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














