વિદ્યાર્થીઓએ ઉતારી સાહેબની Reel...સૌરાષ્ટ્રની ફેમસ યુનિવર્સિટીના પ્રોફેસર અશ્લીલ વીડિયો કોલ કરતા ઝડપાયા

Rajkot Marwadi University Controversy, : રાજકોટની મારવાડી યુનિ.ના પ્રોફેસરના નામે વીડિયો વાઈરલ, અશ્લીલ હરકતો કરતી મહિલા સાથે વીડિયો કોલમાં વાત કરતા કેમેરામાં કેદ
 

વિદ્યાર્થીઓએ ઉતારી સાહેબની Reel...સૌરાષ્ટ્રની ફેમસ યુનિવર્સિટીના પ્રોફેસર અશ્લીલ વીડિયો કોલ કરતા ઝડપાયા

Rajkot News : સૌરાષ્ટ્રની સૌથી મોટી ખાનગી યુનિવર્સિટી આવી ફરી વિવાદમાં આવી છે. મારવાડી યુનિવર્સિટી તેના પ્રોફેસરની અશ્લીલ હરકતે કારણે વિવાદમાં આવી છે. હવે યુનિવર્સિટીના પ્રોફેસર અશ્લીલ વીડિયો કોલ સાથે ઝડપાયા છે. 

શિક્ષણના ધામમાં અત્યાર સુધી વિધાર્થીઓ વિવાદમાં આવતા, હવે પ્રોફેસર પણ વિવાદમાં આવ્યા છે. કોમ્યુટર વિભાગના પ્રોફેસરની અશ્લીલ હરકત કેમેરામાં કેદ થઈ છે. જેને વિધાર્થીઓ શિક્ષણ આપવાનું હોય તે વીડિયો કોલમાં ન્યૂડ વીડિયો કોલ પર વાત કરતા કેદ થયા. મોબાઈલ વીડિયો કોલમાં સામે માહોલ ન્યૂડ ડાન્સ કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીએ પ્રોફેસરનો આ વીડિયો ઉતારી વાયરલ કર્યો છે.

મારવાડી યુનિવર્સિટીના પ્રોફેસરના આશિષકુમાર ભાલોડીયાનો વીડિયો વાયરલ થયો છે. મારવાડી યુનિવર્સિટીનો આ પ્રોફેસર મહિલા સાથે વીડીયો કોલમાં વિકૃત મજા માણી રહ્યો હતો. 

વીડિયો પ્રોફેસરનો જ છે તેવુ ન કહી શકીએ - યુનિ. રજિસ્ટ્રાર
આ મામલે મરવાડી યુનિવર્સિટીના રજિસ્ટાર પિન્ટો મામેનનું નિવેદન સામે આવ્યું છે. રજિસ્ટારે પ્રોફેસરનો લુલો બચાવ કર્યો. તેમણે કહ્યુ કે, અમે સમગ્ર મામલે કમિટીની રચના કરી છે. જે આશિષ ભાલોડીયા નામના પ્રોફેસરનું નામ વાયરલ થયું છે તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. વાયરલ વીડિયો આજ પ્રોફેસરનો વીડિયો છે તે અમે હાલ સ્પષ્ટતાથી ન કહી શકીએ. કમિટી તપાસ કરી રહી છે જેનું પણ નામ સામે આવશે તેની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.  

જ્યાં વિદ્યાર્થીઓને સારા સંસ્કાર, સારું શિક્ષણ, સારું ઘડતર અને વિદ્યા આપવાનું કામ થતું હોય ત્યાં પ્રોફેસરની અશ્લિલતાએ લોકોને વિચારમાં મૂકી દીધા છે. અગાઉ પણ મારવાડી યુનિવર્સિટી ઘણીવાર વિવાદમાં આવી છે ત્યારે પ્રોફેસરની અશોભનીય હરકતે તેમના પદ અને ગરિમાને લાંછન લગાડે તેવી હરકત સામે આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news