રક્ષિત પંડ્યા/રાજકોટ :રસ્તા પર ઉભા રહીને ટ્રાફિક પોલીસવાળા સામાન્ય લોકોને ટ્રાફિકનો દંડ (Motor Vehicle Act 2019) ફટકારે છે, તો ક્યારેક ટ્રાફિક નિયમો (Traffic Rules) ની સમજણ આપતા દેખાય છે. પણ, ક્યારેક કોઈ સરકારી ગાડીઓને રોકવામાં આવતી નથી, કે ન તો તેમના પર દંડ ફટકારાય છે. આવા કિસ્સા ભાગ્યે જ સામે આવતા હોય છે. ત્યારે રાજકોટ (Rajkot) માં મનપાના અધિકારીઓના ઈ-મેમો (E-Memo)ની રસપ્રદ માહિતી સામે આવી છે. મનપાના પદાધિકારીઓના ઈ-મેમો જ ભરવાના બાકી છે. પ્રજા પાસેથી એક તરફ નિયમોના નામે કડક દંડની કાર્યવાહી કરાય છે, જ્યારે કે બીજી તરફ શાસક પક્ષ જાણે પરગ્રહવાસી હોય તેમ ઈ-મેમોથી અજાણ હોય તેવું લાગે છે. 


અમદાવાદમાં ફરી એકવાર નકલી પોલીસે રૂપિયા પડાવવા દમ માર્યો, બે યુવકોને કહ્યું-‘ડ્રગ્સ લો છો’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ખુદ રાજકોટ મેયરનો 10 મહિના પહેલાનો મેમો હજુ ભરાયો નથી. રાજકોટના મેયર બીનાબેન આચાર્યની ગાડીમાં એકવાર 100 અને બીજીવાર 300 એમ કુલ 400નો મેમો ભરવાનો બાકી છે. બીજી તરફ શાસક પક્ષના નેતા દલસુખ જાગાણીનો 700 રૂપિયાનો ઈ-મેમો હજુ પણ ભરવાનો બાકી બોલે છે. બાકી રહેલા ઈ-મેમોની રકમ બતાવે છે કે, મનપાના પદાધિકારીઓ માટે ઈ-મેમો ભરવા બાબતે ગંભીર નથી.


Photos : દેશના સૌથી લાંબા વ્યક્તિની હિપ રિપ્લેસમેન્ટ સર્જરી અમદાવાદની હોસ્પિટલમાં કરાઈ



હાલ તો રાજ્યમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ કરવાની મુદત 15 ઓક્ટોબર સુધી વધારી દેવાઈ છે. તાજેતરમાં જ ગાંધીનગરમાં સચિવાલયના સરકારી કર્મચારીઓ તથા ધારાસભ્યોની ગાડીઓમાં પણ ટ્રાફિકના નિયમોનું પાલન ન થતુ હોય તેવું સામે આવ્યું હતું. જેના બાદ સરકારી અધિકારીઓ મંત્રીઓ, સરકારી ડ્રાઇવરો જો નિયમોનું પાલન નહીં કરે તો તેના સામે પણ આરટીઓના નિયમોનું પાલન કરાવવાની ખાતરી વાહનવ્યવહાર મંત્રી આરસી ફળદુએ આપી છે. તેમણે કહ્યું કે, મંત્રીઓ કે અધિકારીઓ, ડ્રાઇવરો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.


મહિલા કોંગ્રેસનો નવા મોટર એક્ટ સામે વિરોધ
રાજકોટની મહિલા કોંગ્રેસ દ્વારા નવા મોટર વ્હીકલ એક્ટનો વિરોધ કરવામાં આવ્યો છે. રાજકોટની RTO કચેરી ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવાયો હતો. મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં કોંગ્રેસી મહિલા કાર્યકર્તાઓએ હેલ્મેટના બદલે માથે તપેલી પહેરીને વિરોધ વ્યક્ત કર્યો.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :