• રિક્ષામાં મુસાફરો અને રોડ પર ગરીબ લોકોને માસ્ક વિતરણ

  • કોરોનાના એન્ટીજન ટેસ્ટ માટે બે જાહેર બુથ શરૂ


ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટમાં (Rajkot) કોરોનાનું સંક્રમણ વધતા હવે રાજકોટના મેયર (Rajkot Mayor) ખુદ મેદાને આવ્યા છે. આજે કે. કે. વી. હોલ ખાતે મેયર ડો. પ્રદીપ ડવ સીટીબસમાં મુસાફરીને માસ્ક (Mask) પહેરવા અપીલ કરી હતી. સાથે જ કોરોના (Corona) માટે વધુમાં વધુ લોકોના એન્ટીજન ટેસ્ટ થાય તે માટે આરોગ્ય વિભાગને (Health Department) સૂચનાઓ આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં (Rajkot) વધતા જતા કેસોને (Corona Case) પગલે તંત્ર દોડતું થયું છે. રાજકોટના મેયર (Rajkot Mayor) ડો. પ્રદિપ ડવ આજે કે. કે. વી હોલ ખાતે સીટી બસમાં પહોંચ્યા હતા અને લોકોને સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) જાળવવા અને જે લોકોએ માસ્ક (Mask) નહોતા પહેર્યા તેવા લોકોને માસ્કનું વિતરણ પણ કર્યુ હતુ. ડો. પ્રદિપ ડવે લોકોને સાવચેતી રાખવા અને કોવિડના નિયમોનું (Covid Guidelines) પાલન કરવા અપીલ કરી હતી. તો રોડ પર રિક્ષાઓમાં જતા મુસાફરો અને ફૂટપાથ પર રહેતા ગરીબ લોકોને માસ્કનું વિતરણ કર્યું હતું.


આ પણ વાંચો:- ઉનાળો કેમનો કાઢશો? રાજકોટ જિલ્લાના 28 જળાશયોમાં 67 ટકા ખાલી થઈ ગયા


ટેસ્ટ વધારવા બે બુથ આજથી શરૂ: મેયર
છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 115 કેસ સામે આવ્યા છે. ત્યારે કોરોનાનું ટેસ્ટિંગ વધુ થાય તેવા પ્રયાસ કરવા મેયરે આરોગ્ય વિભાગને સૂચના આપી છે. રાજકોટના કે. કે. વી હોલ ચોક અને રૈયા ચોકડીએ એન્ટીજન ટેસ્ટ માટેના બે બુથ શરૂ કરવામાં આવ્યા છે. મેયર પ્રદીપ ડવે જણાવ્યુ હતું કે, જાહેર સ્થળો પર લોકોને મોટી સંખ્યામાં એકત્ર ન થવા અપીલ છે સાથે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ રાજકીય જમાવડા ન કરવા સૂચનાઓ આપી છે તેનું પાલન કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube