)
Rajkot News: હાલ સોશિયલ મીડિયા પર રાજકોટનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોઈ ફિલ્મનું શૂટિંગ નથી, પરંતુ વાસ્તવિક ઘટના છે. શહેરની વ્યસ્ત રૈયા ચોકડી ખાતે એક મહિલા અને ચાર પુરુષો વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી. આ ઘટનાના ફિલ્મી દ્રશ્યો જોઈને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક મહિલા અને ચાર પુરુષો એકબીજા સાથે ઝપાઝપી કરી રહ્યા છે. મહિલા પણ હિંમતપૂર્વક પુરુષો સામે લડી રહી છે અને તેમને માર મારી રહી છે. આ હાઈ-વોલ્ટેજ ડ્રામા જોઈને આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા.
આ ઘટનાથી રસ્તા પર અવરજવર કરતા વાહનો થંભી ગયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ આ વીડિયો વાયરલ થયા બાદ રાજકોટ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસ વીડિયોના આધારે તપાસ કરી રહી છે જેથી ઘટના પાછળનું સાચું કારણ અને જવાબદાર લોકોની ઓળખ થઈ શકે.