રાજકોટમાં 3 વર્ષના બાળકે નાકમાં સ્ક્રુ નાંખ્યો, ઊંડો શ્વાસ લેતા જ ફસાઈ ગયો

રમત રમતમાં ક્યારેક નાના બાળકો માતાપિતાની જાણ બહાર એવી વસ્તુઓ ગળી જતા હોય છે જે જીવ પર આવી જાય છે. રાજકોટમાં ત્રણ વર્ષના બાળકના નાકમાં રમત રતમાં સ્ક્રુ ફસાઈ ગયો હતો. જોકે, તબીબે ગણતરીની મિનિટોમાં સ્ક્રુ બહાર કાઢ્યો હતો. આખરે માતાપિતાએ રાહતનો શ્વાસ લીધો હતો. 

Updated By: Oct 25, 2021, 01:11 PM IST
રાજકોટમાં 3 વર્ષના બાળકે નાકમાં સ્ક્રુ નાંખ્યો, ઊંડો શ્વાસ લેતા જ ફસાઈ ગયો

ગૌરવ દવે/રાજકોટ :રમત રમતમાં ક્યારેક નાના બાળકો માતાપિતાની જાણ બહાર એવી વસ્તુઓ ગળી જતા હોય છે જે જીવ પર આવી જાય છે. રાજકોટમાં ત્રણ વર્ષના બાળકના નાકમાં રમત રતમાં સ્ક્રુ ફસાઈ ગયો હતો. જોકે, તબીબે ગણતરીની મિનિટોમાં સ્ક્રુ બહાર કાઢ્યો હતો. આખરે માતાપિતાએ રાહતનો શ્વાસ લીધો હતો. 

રાજકોટમાં રિશીભાઈ ઝીંઝુવાડીયાનો ત્રણ વર્ષનો દીકરો શૌર્ય છે. ઘરે રમતા રમતા શૌર્યએ નાકમાં જમણી બાજુ મેટલનો સ્ક્રુ નાંખી દીધો હતો. આ જોઈ તેના પિતા રિશીભાઈએ તરત જ તે સ્ક્રુ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. પણ બાળકે ઊંડો શ્વાસ લઇ લેતા સ્ક્રુ નાકમાં ઊંડે ઉતરી ગયો હતો. બાળકના પિતા તાત્કાલિક તેને રાજકોટના વિદ્યાનગર રોડ સ્થિત હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબે તાત્કાલિક તપાસ કરતા માલુમ પડ્યું કે સ્ક્રુ નાકના ઊંડે ફસાઈ ગયો હતો. એક પણ ક્ષણની રાહ જોવા બાળકને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ જવાયો હતો. જ્યાં દૂરબીનથી મદદથી નાક માં જમણી બાજુ ફસાયેલ મેટલનો સ્ક્રુ ગણતરીની મિનિટોમાં જ કાઢી આપવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો : 45 રૂપિયાનું પેટ્રોલ આપણને 103 માં કેવી રીતે પડે છે, ગણતરી જોઈને મગજ ચકરાવે ચઢી જશે

બાળકનો સ્ક્રુ કાઢનાર ડો.હિમાંશુ ઠક્કરે જણાવ્યું કે, બાળકની ઉમર માત્ર 3 વર્ષની હતી તેથી તેનું નામ બહુ જ સાંકડુ હતું. નાકની ખૂબ જ સાંકડી જગ્યામાં ઊંડે ફસાયેલ મેટલનો સ્ક્રુ જો સરકીને ઊંડી ઉતરી ગયો હો તો તે શ્વાસનળીમાં ફસાઈ ગયો હોત. આવામાં બાળકના જીવનું જોખમ ઉભું થાત. વળી સ્ક્રુ કાઢતી વખતે નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા ઉભી થઈ શકી હોત. જોકે, સ્ક્રુ બહુ ઊંડે ફસાયો ન હોવાથી અમે તેને સરળતાથી કાઢી શક્યા હતા. 

ત્રણ વર્ષના માસુમ બાળકના નાકમાંથી આશરે દોઢેક સેન્ટીમીટરનો મોટો સ્ક્રુ દૂરબીનથી કાઢવામાં આવ્યો હતો, અને બાળકના જીવને બચાવી લેવાયો હતો.