બંધ રૂમમાં થયેલા નગ્ન ડાન્સનો આખરે ભેદ ખૂલ્યો, મુંબઈથી એક રાત માટે આવી હતી યુવતી

રાજકોટની નામાંકિત હોટેલના રૂમમાં નગ્ન ડાન્સનો જે ખેલ રચાયો તેનો ભેદ આખરે ખૂલી ગયો છે. રાજકોટની હોટલના રૂમમાં નગ્ન અવસ્થામાં રૂમમાં ડાન્સ કરતી યુવતીનો વીડિયો હાલ ચોમેર વાયરલ થયો છે. ત્યાર હોટેલના રૂમ નંબર 608 માં આ ઘટના બની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે. ક્રાઇમ બ્રાન્ચે ત્રણ દિવસના સીસીટીવી ફૂટેજ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. સાથે જ એ-ડિવિઝન પોલીસે વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરનાર સામે તપાસ શરૂ કરી છે.

Updated By: Oct 1, 2021, 06:29 PM IST
બંધ રૂમમાં થયેલા નગ્ન ડાન્સનો આખરે ભેદ ખૂલ્યો, મુંબઈથી એક રાત માટે આવી હતી યુવતી

રાજકોટ :રાજકોટની નામાંકિત હોટેલના રૂમમાં નગ્ન ડાન્સનો જે ખેલ રચાયો તેનો ભેદ આખરે ખૂલી ગયો છે. રાજકોટની હોટલના રૂમમાં નગ્ન અવસ્થામાં રૂમમાં ડાન્સ કરતી યુવતીનો વીડિયો હાલ ચોમેર વાયરલ થયો છે. ત્યાર હોટેલના રૂમ નંબર 608 માં આ ઘટના બની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે. ક્રાઇમ બ્રાન્ચે ત્રણ દિવસના સીસીટીવી ફૂટેજ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. સાથે જ એ-ડિવિઝન પોલીસે વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરનાર સામે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : નર્મદા નદીમાં ચમત્કાર થયો, રામાયણની જેમ મહાકાય તરતો પથ્થર આવ્યો, જુઓ Video

વીડિયો વાયરલ થયા બાદ રાજકોટ પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં સામે આવ્યુ કે, કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ઉદ્યોગપતિ મોરબીના જ હોવાનું કહેવાય છે. આ પાર્ટી મોરબીમાં યોજાવાની હતી, પણ વરસાદને કારણે રાજકોટની હોટલના એક રૂમમાં યોજાઈ હતી. તેના માટે મોંઘોદાટ 608 નંબરનો રૂમ બૂક કરાવાયો હતો, જેનુ એક દિવસનુ ભાડુ જ 20 હજાર રૂપિયા હતું. 

રાજકોટની હોટલમાં યુવતીનો નગ્ન ડાન્સ, હોટલ મેનેજરે કહ્યું-આ કોઈ મંદિર થોડું છે

ડાન્સ કરનાર નગ્ન યુવતી કોણ હતી તે અંગે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આ યુવતીને મુંબઈથી બોલાવવામાં આવી હતી. જે રાત્રે બાર વાગ્યે મુંબઈથી રાજકોટ પહોંચી હતી, અને સવારે તેણે રૂમ છોડ્યો હતો. આ યુવતીએ જ રૂમમાં નગ્ન ડાન્સ કર્યો હોવાનું કહેવાય છે. આ એક પ્રકારની રેવ પાર્ટી જ હતી. 

હાલ રાજકોટ પોલીસ હોટલના એક-એક સીસીટીવી ફૂટેજ ફંફોળી રહી છે. જેથી પાર્ટીની વધુ માહિતી મળી શકે.