રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ પોલીસે (Rajkot police) એક એવા શખ્સની ધરપકડ કરી છે જે ચોરી કરવા મુંબઈથી રાજકોટ (Rajkot) આવતો હતો. મકાન ભાડે રાખવાનું છે કહીને ફ્લેટની રેકી કરતો હતો અને પછી ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. હાલ તો પોલીસે મુંબઈનાં આ તસ્કરની ધરપકડ કરી 36 હજારનાં મુદ્દામાલ કબજે કર્યો છે. મુંબઇનો આ તસ્કર હવે પોલીસ સકંજામાં આવી ચૂક્યો છે.


સોમનાથ મંદિરથી કોઈ યાત્રાળુ ભૂખ્યો પાછો નહિ જાય, ટ્રસ્ટ દ્વારા નવી સુવિધા ઉમેરાઈ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોર છે મુંબઈનો રહેવાસી 
રાજકોટ પોલીસનાં સકંજામાં રહેલા આ શખ્સનું નામ બિપીન ઉર્ફે ઘોઘો નરોતમલાલ જાની છે, જે મુંબઈનો રહેવાસી છે. આરોપી બિપીન ઉર્ફે ઘોઘા પર રાજકોટમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપવાનો આરોપ છે. સમગ્ર મામલા પર નજર કરીએ તો, રાજકોટ-જામનગર હાઇવે પર આવેલ નાગેશ્વર સોસાયટીમાં ઘરફોડ ચોરીનાં બનાવોમાં વધારો થયો હતો. ગાંધીગ્રામ પોલીસે ઘરફોડ ચોરીને ડામવા માટે પ્રથમ વખત લોકોની મદદ મેળવી હતી અને શંકાસ્પદ આરોપીનાં સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતા. આરોપી બિપીન ઉર્ફે ઘોઘો નાગેશ્વર સોસાયટીમાં દેખાતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે આરોપી ઘરફોડ ચોરીને અંજામ આપે તે પહેલા જ દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં આરોપીએ નાગેશ્વર સોસાયટીમાં જ પાંચ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાનું કબુલ્યું હતું. આરોપી પાસેથી પોલીસે અલગ અલગ વસ્તુઓ, રોકડ રકમ, લેપટોપ મળીને 36 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


ધ્યાનથી જુઓ થાળીને... ગુજરાત વિધાનસભાના કેન્ટીનની આ થાળીમાંથી મળી આવ્યું જીવડું 


કેવી છે મોડેસ ઓપરેન્ડી...?
રાજકોટ શહેર પોલીસના ઝોન-2ના ડીસીપી મનોહરસિંહ જાડેજાના કહેવા મુજબ, આરોપી બિપીન ઉર્ફે ઘોઘો જાની મૂળ જૂનાગઢ જિલ્લાના દાતરાણા ગામનો વતની છે અને ઘણાં સમયથી મુંબઈનાં વિરાર વિસ્તારમાં નાલાસોપારાની શિવકૃપા એપાર્ટમેન્ટમાં રહે છે. ચોરીને અંજામ આપવા માટે મુંબઈથી રાજકોટ આવતો હતો અને રાજકોટમાં હોટલમાં રૂમ રાખીને રોકાતો હતો. દિવસ દરમિયાન સિટી બસમાં મુસાફરી કરીને નાગેશ્વર જેવા વિસ્તારમાં મકાન ભાડે રાખવું છે કહીને ફ્લેટમાં રેકી કરતો હતો. બંધ ફ્લેટનાં દરવાજાને લોખંડનાં સળીયા વડે તોડીને પ્રવેશ કરીને ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો. આરોપી બિપીન ઉર્ફે ઘોઘો જાની એકલો જ ચોરીને અંજામ આપતો હોવાનું ખૂલ્યું છે.


પોલીસ તપાસમાં આરોપી બિપીન ઉર્ફે ઘોઘા જાનીએ સામે મુંબઇના વનરાય પોલીસ સ્ટેશનમાં પણ બે ગુનાઓ નોંધાયેલા છે. હાલ તો પોલીસે આ તસ્કરને કબજે કરી જેલનાં સળીયા ગણતો કરી દીધો છે. પોલીસ તપાસમાં આ શખ્સ રાજકોટની કેટલી ચોરીઓનાં ભેદ ઉકેલે છે તે જોવું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...