રાજકોટ : બાળકના માથાનો ભેદ હજી નથી ઉકેલાયો, પોલીસ હજી અંધારામાં તીર મારી રહી છે

 રાજકોટમાં મળેલા બાળકના માથાનો ભેદ પાંચ દિવસેય ઉકેલાયો નથી. ત્યારે આ મામલે રાજકોટ પોલીસે ગુજરાતના અપહ્યત બાળકોનો ડેટા મંગાવ્યો છે. રાજ્યભરમાંથી 112 બાળકોનો ડેટા આવ્યો છે. ત્યારે હવે 112 બાળકોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
રાજકોટ : બાળકના માથાનો ભેદ હજી નથી ઉકેલાયો, પોલીસ હજી અંધારામાં તીર મારી રહી છે

રાજકોટ : રાજકોટમાં મળેલા બાળકના માથાનો ભેદ પાંચ દિવસેય ઉકેલાયો નથી. ત્યારે આ મામલે રાજકોટ પોલીસે ગુજરાતના અપહ્યત બાળકોનો ડેટા મંગાવ્યો છે. રાજ્યભરમાંથી 112 બાળકોનો ડેટા આવ્યો છે. ત્યારે હવે 112 બાળકોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

રાજકોટમાં બાળકનું માથું મળવાનાં કેસમાં હવે તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. રાજ્યમાં ગુમ બાળકોની પોલીસ યાદી મંગાવાશે. પોલીસ યાદી મંગાવી સઘન તપાસ કરાવાશે. ઘટનાને એક સપ્તાહ વિતવા છતાં હજી પોલીસ અંધારામાં તીર મારી રહી છે. ઘટનામાં બાળકનું માથું કોનું તે જાણકારી મેળવવામાં પોલીસ નિષ્ફળ નીવડી છે. ત્યારે આ પહેલા ગુમ અજય ઉર્ફે સમોસો જીવિત મળતાં હવે અસમંજસની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે પોલીસ દિશાવિહિન બનતાં હવે સઘન તપાસ હાથ ધરાશે. 

Photos: આ ગુજરાતીઓને સિંહ સાથેની સેલ્ફી લેવાનો શોખ ભારે પડ્યો હતો

જેને ગુમ સમજતા હતા, તે જીવિત નીકળ્યો
આ માથુ પંદર દિવસ પહેલા થોરાળાના કુબલીયાપરા વિસ્તારના અજય ઉર્ફે સમોસા નામની બાળકનું હોવાથી શંકા પોલીસને ઉપજી હતી. તેથી પોલીસે તેની પૂછપરછ શરૂ કરી હતી. પરંતુ આ મિસિંગ બાળક આટકોટમાંથી મળી આવ્યો હતો. આથી આ કેસમાં પોલીસ ફરીથી દિશાવિહીન બની છે.

12 નબીરાઓને દારૂ-હુક્કાની મોજ કરવી ભારે પડી, પહોંચી ગઈ પોલીસ

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ગત મંગળવારે આજી ડેમના પટમાંથી રૂખડીયાપરા નદીના ટેકરાળ ભાગ પરથી ધડ વગરના બાળકનું માથુ મલ્યુ હતું. આ માથુ બાળકીનું નહિ પરંતુ બાળકનું છે. પોલીસ માટે આ માથુ કયા બાળકનું છે અને આ બાળક કોનું છે તેનું રહસ્ય વધુ ઘેરુ બનતું જઈ રહ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news