રાજકોટના પોશ વિસ્તારની ઘટના, સસરાએ પુત્રવધુ સાથે અડપલા કર્યા, સાસુએ કહ્યું-એના શરીરમાં તારો પતિ આવે છે
Rajkot News : રાજકોટથી સંબંધોને લજાવતો કિસ્સો... વિધવા પુત્રવધુ સાથે સસરાએ કર્યા શારીરિક અડપલાં... ડૉક્ટર સસરાએ દીકરી સમાન પુત્રવધુ પર નજર બગાડી... વહુએ સાસુને વાત કરતા મળ્યો ચોંકાવનારો જવાબ
Trending Photos
Rajkot News : રાજકોટમાં ફરી એકવાર માનવતાના સંબંધો લજવતી ઘટના બની છે. શહેરના પોશ વિસ્તારમાં દિકરી સમાન ગણાતી વિધવા પુત્રવધુ સાથે ડોક્ટર સસરાએ શારીરિક અડપલા કર્યા હતા. એટલું જ નહિ, પુત્રવધુએ સાસુને ફરિયાદ કરતા સાસુના જવાબથી પુત્રવધુ ચોંકી ઉઠી હતી. સાસુએ કહ્યું, એના શરીરમાં તારો પતિ આવે છે! અંતે 38 વર્ષીય વિધવા પુત્રવધુએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ભોગ બનાનાર પુત્રવધુએ તેના માતાપિતાને વાત કરતા અંતે સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. પુત્રવધુએ હવસખોર તબીબ સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે છેડતી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી સહિતની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પુત્રવધુએ પોલીસ ફરિયાદમાં જે કહ્યું તે અત્યંત ચોંકાવનારું હતું. પુત્રવધુએ ફરિયાદમાં જણાવ્યું કે, મારા પતિનું નિધન થયું છે અને હું મારા સગીર દીકરા સાથે રહું છું. મારા સાસુ-સસરા અને જેઠ ડોક્ટર છે. 19 મે, 2024 ના રોજ હું, મારો દીકરો અને મારા સાસુ-સસરા ચિત્રકુટ ફરવા ગયા હતા, ત્યાં અમે એક જ રૂમ રાખ્યો હતો. તે દિવસે રાતે મારા સસરા મારી બાજુમાં આવીને સૂઈ ગયા હતા, અને હું ઊંઘમા હતી ત્યારે મારા ગાલ, પેટ અને પ્રાઈવેટ પાર્ટ પર હાથ ફેરવવાનું શરૂ કર્યું હતું. ત્યારે અચાનક હું જાગી ગઈ હતી. મેં સસરાને તમે આ શું કરો છો? તેમ કહી મારા સાસુને જગાડવા જતાં સસરાએ તું તેને જગાડીશ નહિ, બાકી જોયા જેવી થશે તેમ કહેતાં હું ડરી ગઇ હતી. આ પછી આખી રાત હું એક ખુણામાં બેસી રહી હતી. સવારે મેં સાસને વાત કરતાં સાસુએ મને કહેલું કે આ વાત તારા સસરાએ મને કરી છે પણ તેણે કંઇ કર્યુ નથી. તેના શરીરમાં તારો ગુજરી ગયેલો પતિ આવેલ જેથી તેમને કંઇ કરેલ નથી. તું કોઇને કહેતી નહિ, નહિતર તને ઘર ચલાવવા પૈસા નહિ આપીએ. આવુ મારા સાસુએ કહેતાં મેં કોઇને વાત કરી નહોતી.
વાત અહી અટકી ન હતી. આ બાદ બીજીવાર મારા ઘરમાં અચાનક મારા સસરા આવી ગયા હતા. મારા બહેન-બનેવી બીજા રૂમમાં હતા, ત્યારે તેમણે મને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાદ મેં મારા પિતાને સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી.
મારા સસરા મને ડરાવતાં કે હું ડોકટર છું અને મારી પહોંચ ઉંચી છે, તું અમારું કશુ કરી શકીશ નહિ, અમે તને સામે બદનામ કરી દઇશું તેમ કહી ધમકાવતાં પણ હતાં. અંતે મારે ફરિયાદ કરવી પડી હતી.
ધાર્મિક પ્રવાસ અને રાજકોટમાં તેના ઘરે પણ સસરા શારીરીક અડપલા કરતા હતા. ઉપરથી સસરા ડૉક્ટર હોય વિધવા પુત્રવધૂને ધમકી આપતા કે, અમારી પહોંચ ઉપર સુધી છે કાંઈજ થશે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે