રાજકોટઃ રાજકોટ શહેર કાલાવડ રોડ પર મારામારીનો વીડિયો વાયરલ થયો છે. બે યુવતીઓ વચ્ચે રસ્તા વચ્ચે મારામારી થઈ છે. સોશિયલ મીડિયામાં પણ બે યુવતીઓના ઝગડાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રાજકોટના કાલાવડ રોડ પર પોલીસ સ્ટેશનની બહાર બે યુવતીઓ વચ્ચે મારામારી કરી પોલીસને ગાળો આપવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં બે યુવતીઓ એકબીજાને લાતો મારી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. 


ઘટનાની વિગત પ્રમાણે રાજકોટના કાલાવડ રોડ પર તાલુકા પોલીસ સ્ટેશનની બહાર બે યુવતીઓ વચ્ચે મારામારી થઈ અને બંને એકબીજાને ગાળો આપી રહી હતી. એક યુવતીએ અન્ય યુવતીના વાળ પકડી રોડ પર પછાડી દીધી હતી. આ દ્રશ્યો જોવા રસ્તા પર લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. એક યુવતી તો રસ્તા વચ્ચે પોલીસને પણ ગાળો આપી રહી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube