રાજકોટના બે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ, ખોટી જાહેરાત કરવા બદલ નોંધાયો ગુનો
Rajkot Crime News : રાજકોટમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર દીપ ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી વિરુદ્ધ નોંધવામાં આવી ફરિયાદ... ઓનલાઇન ગેમિંગનું કરતા હતા પ્રમોશન... પ્રમોશન કરવા માટે જુદી જુદી ફી લેતા હતા
Trending Photos
Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટમાં ઓનલાઈન જુગારને લગતી ગેમને પ્રોત્સાહન આપનાર બે ઈન્ફલુએન્સરની સાયબર ક્રાઇમે ગુનો નોંધી ધરપકડ કરી છે. સોશ્યલ મીડિયા એપ્લિકેશન પર ઓનલાઈન જુગાર ગેમની જાહેરાત કરતા અને તેમાં લિંક આપી તેના પર જુગાર રમવા પ્રોત્સાહિત કરતા હતા. પોલીસે બન્ને ઇન્ફલૂએન્સરની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે
- સોશ્યલ મીડિયા ઇન્ફલુએન્સર સામે નોંધાયો ગુનો..
- ઓનલાઈન જુગાર ગેમને આપતા હતા પ્રોત્સાહન..
- સોશ્યલ મીડિયા પેજ પર લિંક મૂકી લેતા હતા રૂપિયા, ડાઉનલોડનું પણ મળતું કમિશન..
- બે ઇન્ફલૂએન્સર પોલીસ સકંજામાં..
ઓનલાઈન જુગારને લગતી ગેમને સોશિયલ મીડીયા ઉપર પ્રોત્સાહન આપવા અંગે સાયબર ક્રાઈમ પોલીસે સોશિયલ મીડીયા ઈન્ફલુએન્સર ધાર્મિક જગશીભાઈ વાઘાણી અને દીપ ગોસ્વામી વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. DCP ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સોશિયલ મીડીયા ઉપર ઓનલાઈન ગેમીંગનું પ્રમોશન કરતાં સોશિયલ મીડીયા ઈન્ફલુએન્સરને શોધી કાઢવાનું કામ સાયબર ક્રાઈમ પોલીસનું સોશિયલ મીડીયા મોનિટરિંગ સેલ કરે છે. જે દરમિયાન આ સેલે એક ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર એક ઓનલાઈન ગેમીંગને પ્રોત્સાહન અપાતું હોવાનું શોધી કાઢયું હતું. તે જ ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર આ ગેમની લિન્ક પણ હતી. જેથી તે લિન્ક ઓપન કરતાં લોટરી સ્પોર્ટસ કેસીનો સ્લોટસ વગેરે ગેમ્બલીંગ માટેનું પેઈજ ઓપન થયું હતું. પરિણામે તે ઈન્સ્ટાગ્રામ આઈડી ધારક ધાર્મિક વાઘાણી અને દીપ ગોસ્વામીને બોલાવી પુછપરછ કરતાં તેણે તે ગેમીંગના પ્રમોશન માટે રૂપિયા ચાર્જ કરાતા હોવાનું જણાવ્યું હતું. જેના આધારે તેના વિરૂધ્ધ જુગાર ધારાની કલમ 12-એ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
કેવી રીતે મળતું હતું કમિશન ?
પોલીસના કહેવા મુજબ, બન્ને ઇન્ફલૂએન્સર ધાર્મિક અને દીપની પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે, ઓનલાઈન જુગારને લગતી ગેમને સોશિયલ મીડીયા ઉપર પ્રોત્સાહન આપવું ગુનો છે. છતાં બન્ને ઇન્ફલૂએન્સર દ્વારા ઓનલાઈન જુગારને લગતી ગેમનું ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડીયા એપ્લિકેશનમાં પોતાની આઈડીમાં લિંક પોસ્ટ કરતા હતા. લિંક પોસ્ટ કરવાના ઇન્ફલૂએન્સરને 7000 રૂપિયા મળતા હતા. જ્યારે આ લિંક પર કોઈ ઓનલાઈન ગેમ રમે તો તેનું પણ કમિશન મળતું હતું. આવી ગેમનું ઈન્ફ્લુએન્સર પ્રમોશન કરી તગડી કમાણી કરે છે. જોકે આજ સુધી પોલીસ આ બાબતે કોઈ કાર્યવાહી કરતી ન હતી. હવે પોલીસે આવા ઇન્ફલૂએન્સર સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે
હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. જોકે સોશ્યલ મીડિયા પર અનેક ઇન્ફલૂએન્સર ઓનલાઈન ગેમની જાહેરાતો કરતા હોવાનું સામે આવ્યું છે. જોકે આ ઇન્ફલૂએન્સરો સામે પોલીસે તપાસ શરૂ કરી છે. ઓનલાઈન ગેમોના રવાડે યુવા ધનને ચઢાવી પોતાનો સસ્તો નફો કમાવવા ઇન્ફલૂએન્સરો જ ઓનલાઈન ગેઇમ્સને પ્રોત્સાહન આપો જુગાર રમતા કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે