અંગદાનની ભાવના અનેક જરૂરિયાતમંદ જિંદગીઓને નવજીવન બક્ષી રહી છે: રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સુરતની મુલાકાતે આવ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેઓ પ્રથમ વખત સુરત પધાર્યા છે અને તે ત્રણ અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે. ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ એરપોર્ટથી સીધા જ સરસાણા ખાતેના ડોનેટ લાઇફના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં અંગદાન કરનારા લોકો સાથે મુલાકાત કરી હતી અને અંગદાન કરનારા લોકોનું સન્માન પણ કર્યુ હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે તેનું અભિવાદન, સત્કાર કરવાની આપણી પરંપરા રહી છે, ત્યારે પોતાના સ્વજનનું સર્વસ્વ ન્યૌછાવર કરનારા પરિજનોનું સન્માન કરવાનો કાર્યક્રમ, એ એક વિશિષ્ટ કાર્યક્રમ બની રહ્યો છે. સુરતની ડૉનેટ લાઇફ સંસ્થાને ફક્ત ગુજરાત જ નહીં, સમગ્ર દેશ તેમના આ માનવસેવાના કાર્યમાં તેમની સાથે છે.

Updated By: May 29, 2018, 05:35 PM IST
અંગદાનની ભાવના અનેક જરૂરિયાતમંદ જિંદગીઓને નવજીવન બક્ષી રહી છે: રામનાથ કોવિંદ

સુરત: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સુરતની મુલાકાતે આવ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેઓ પ્રથમ વખત સુરત પધાર્યા છે અને તે ત્રણ અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે. ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ એરપોર્ટથી સીધા જ સરસાણા ખાતેના ડોનેટ લાઇફના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં અંગદાન કરનારા લોકો સાથે મુલાકાત કરી હતી અને અંગદાન કરનારા લોકોનું સન્માન પણ કર્યુ હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે તેનું અભિવાદન, સત્કાર કરવાની આપણી પરંપરા રહી છે, ત્યારે પોતાના સ્વજનનું સર્વસ્વ ન્યૌછાવર કરનારા પરિજનોનું સન્માન કરવાનો કાર્યક્રમ, એ એક વિશિષ્ટ કાર્યક્રમ બની રહ્યો છે. સુરતની ડૉનેટ લાઇફ સંસ્થાને ફક્ત ગુજરાત જ નહીં, સમગ્ર દેશ તેમના આ માનવસેવાના કાર્યમાં તેમની સાથે છે.

ખુશખબર : ગુજરાતમાં એક બે દિવસમાં થઇ શકે છે વરસાદ, જાણો કેવી છે હવામાન આગાહી?

અંગદાન કરનાર વ્યક્તિના પરિવારજનો, જેમના જીવનમાં નવજીવન લાવવાનું માધ્યમ બન્યા છે તેમને સત્કારવાના કાર્યક્રમમાં ચિંતનિય મંતવ્ય વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુરતના સરસાણા ખાતેના એક્ઝિબિશન હોલમાં, આવા પરિવારજનોને મળી તેમની માનવતાની ઉત્કૃષ્ટ ભાવનાને બિરદાવી હતી. અંગદાન કરનારા પરિજનોની મનોઃસ્થિતિનો ચિતાર રજુ કરતા કોવિંદે, આવી વ્યક્તિઓ કોઇ અજાણી વ્યક્તિ માટે જીવનદાતા બની રહે છે તેમ જણાવ્યું હતું.

Exclusive : અત્યારે તો ઓછી નહીં થાય પેટ્રોલની કિંમત, પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું 'આ' કારણ  

ઓર્ગન હાર્વેસ્ટિંગથી લઇને તેના ટ્રાન્સપ્લાન્ટ સુધીની સમગ્ર પ્રક્રિયા ટાઇમ મેનેજમેન્ટ અને કુશળતાનો સુભગ સમન્વય બની, જરૂરિયાતમંદો માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહે છે તેમ જણાવતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશમાં અંગદાન અને દેહદાન માટે જાગૃતિ વધે તે માટે પ્રયાસરત ડોનેટ લાઇફ સંસ્થાના પ્રયાસોની સરાહના કરી હતી. શાળા/કૉલેજો સહિત છેક છેવાડાના સ્તર સુધી આ બાબતે વ્યાપક જનજાગૃતિ કેળવાય તે આવશ્યક હોવાનું જણાવી રાષ્ટ્રપતિએ અલ્હાબાદ અને લખનૌ જેવા શહેરોમાં શરૂ થયેલી અંગદાન/દેહદાનની પ્રવૃત્તિનો પણ આ વેળા ખ્યાલ આપ્યો હતો.

અમદાવાદ: સાથસંગાથ ફ્લેટમાંથી પત્નીએ પતિને વિદેશી યુવતિ સાથે રંગહાથે ઝડપ્યો 

ડોનેટ લાઇફ સંસ્થાના સંચાલક સહિત આ આખા માનવતાના કાર્યમાં સંકળાયેલા પ્રત્યેક જણના પ્રયાસોની સરાહના કરતા રાજ્યપાલએ પરમાર્થના આ કાર્યમાં પ્રવૃત્ત સૌ સંવેદનશીલ વ્યક્તિઓની સેવાપ્રવૃત્તિને બિરદાવી હતી. ગુજરાતની સંવેદના, કરૂણા, માનવતા અને સેવાભાવનાની પ્રવૃત્તિનો ઉલ્લેખ કરી, રાજ્યપાલએ અંગદાન ક્ષેત્રની આ ઉત્કૃષ્ટ કામગીરી, ગુજરાતને નવી ગરિમા બક્ષી રહી છે તેમ જણાવ્યું હતું.

અંગદાન કરનારા પરિવારોના બાળકોના શિક્ષણની જવાબદારી પણ આ સંસ્થા લઇ રહી છે જે ખૂબ જ માનવિય અભિગમ છે તેમ જણાવતા રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીએ લોકકલ્યાણ માટે પોતાનું સર્વસ્વ ન્યૌછાવર કરવાની ઉત્કૃષ્ટ પરંપરા આ દેશની ધરોહર છે તેમ જણાવ્યું હતું. દધિચી ઋષિ અને શ્રી ગણેશજીનો ઉલ્લેખ કરી તેમણે સુરત શહેર અંગદાન ક્ષેત્રે ગુજરાતમાં નંબર-૧ છે તેમ જણાવી, માનવીય સંવેદનશીલતા પ્રજ્વલિત કરનારા અંગદાતા પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો.