ગુજરાતી ન્યૂઝGujaratલગ્નના એક દિવસ પહેલા યુવતી પર સામુહિક બળાત્કાર, નરાધમોએ હેવાનિયતની હદ વટાવી

લગ્નના એક દિવસ પહેલા યુવતી પર સામુહિક બળાત્કાર, નરાધમોએ હેવાનિયતની હદ વટાવી

Rape With Murder : ખેડાના મહુધાના મહિસા ગામની સીમમાં પંચમહાલના યુવક-યુવતીની ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ... યુવતી પર સામૂહિક બળાત્કાર કરાયાની શંકા, આજે તેનાં લગ્ન હતાં
 

લગ્નના એક દિવસ પહેલા યુવતી પર સામુહિક બળાત્કાર, નરાધમોએ હેવાનિયતની હદ વટાવી

Kheda News : ખેડાના મહુધા તાલુકાના મહીસાગર ગામના સીમ વિસ્તારમાંથી યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે 20 થી 22 વર્ષની યુવક યુવતીના ક્રૂરતાપૂર્વક થયેલ મૃતદેહ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જે યુવતીની હત્યા કરાઈ તેના આજે લગ્ન લેવાયા હતા, ત્યારે યુવતી સાથે હેવાનિયત રીતે સામુહિક દુષ્કર્મ આચરાયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, મહુધાના સીમમાં ખેતરના માલિક ખેતરની મુલાકાત લેતા બે મૃતદેહ પર તેમની નજર પડી હતી. ખેતરના માલિક દ્વારા મહુધા પોલીસને આ બાબતની જાણ કરાઈ હતી. જેથી મહુધા પોલીસ પહોંચી ઘટના સ્થળ પર પહોંચી હતી. આશરે 20 થી 22 વર્ષની યુવક યુવતીના ક્રૂરતા પૂર્વક થયેલ મૃતદેહ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. યુવક પર બોથડ પદાર્થથી ઇજાઓ કરી હત્યા કરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાયું હતું. તો તો યુવતીને ગુપ્ત ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કર્યા હોવાનું જોવા મળ્યું હતું. 

Add Zee News as a Preferred Source

સ્થાનિક પોલીસ દ્વારા જિલ્લા પોલીસને જાણ કરાઈ હતી. જેથી જિલ્લા પોલીસને ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા એલસીબી એસઓજી સહિતનો કાફીલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. ગંભીર પ્રકારની ઘટનાને ડિટેક્ટ કરવા માટે એફ.એસ.એલ તથા ડોગ્સ સ્કોડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. યુવક યુવતીની હત્યા કરનાર હત્યારાઓને પકડવા માટે  ખેડા એલસીબી એસઓજી સહિતની એજન્સીઓ કામે લાગી છે. યુવક યુવતીના મૃતદેહોને મહુધા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. 
યુવક યુવતી ક્યાના છે તે દિશામાં પોલીસે તપાસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. 

યુવક પાસેથી મળી આવેલા મોબાઈલમાંથી તેના પરિચિતોનો સંપર્ક કરીને તેના પરિવારને ઘટનાની જાણ કરાઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતકોના નામ સારિકા ચૌહાણ અને યુવકનું નામ અજય છે. યુવતી સાથે સામુહિક બળાત્કાર કરીને તેની સાથે ક્રુરતા આચરવામાં આવી હતી. 

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃત યુવતીનાં લગ્ન વડોદરા જિલ્લાના કોઈ ગામમાં નક્કી કરાયા હતાં. એક વર્ષ અગાઉ યુવતીની સગાઈ કરવામાં આવી હતી અને ગુરુવારે 24 એપ્રિલે યુવતીનાં લગ્ન પહેલાં જ તે ભાગી ગઈ હતી. બુધવારે મૃતદેહ મળ્યો હતો. જેથી પોલીસે યુવક અને યુવતીના જેની સાથે લગ્ન થવાના હતા તેમના પરિવારોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. યુવતી ભાગી ગઈ હોવાની જાણ થતાં સાસરિયાઓએ લગ્નની તૈયારીઓ અટકાવી દીધી હતી.

યુવતી સાથે બર્બરતા આચરાઈ
હત્યારાઓએ યુવતીના મૃતદેહ અથવા યુવતી સાથે ક્રૂરતા આચરી હતી. યુવતીને નગ્ન કરી તેના ગુપ્તાંગમાં ખેતરમાં પડેલું તમાકુનું રાડિયું નાખવામાં આવ્યું હતું. યુવતી ઉપર દુષ્કર્મ આચરાયું હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે.

મોડી સાંજે પોલીસે 4 શંકાસ્પદ લોકોને પૂછપરછ માટે ઉઠાવી લીધા છે. ત્યારે પોલીસ આ અંગે વધુ ખુલાસો કરે તેવી શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news