)
ખેડાઃ ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ તો નથી વરસ્યો...પણ એક ગામ પાણીથી તરબોળ થઈ ગયું છે...ગામમાં એટલું પાણી ભરાયેલું છે કે આખું ગામ બેટ બની ગયું છે...ગ્રામજનોના ઘરમાં પાણી છે, ખેડૂતોના ખેતરમાં પાણી છે...નજર કરીએ ત્યાં પાણીએ સામ્રાજ્ય જમાવી દીધું છે...ત્યારે કયું છે જળબંબાકાર આ ગામ?...શું છે પાણીનું કારણ?...જુઓ આ અહેવાલમાં....
ખેડા જિલ્લાનું રસિકપુરા ગામ આજે એક ટાપુ બની ગયું છે. નજર કરો ત્યાં ફક્ત પાણી જ પાણી...આ નથી વરસાદનું પાણી, પરંતુ આ છે સાબરમતી નદીનું પાણી, જે ગામમાં ઘૂસી આવ્યું છે અને ગામલોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે....
ટાપુ બન્યું આખું ગામ
નજર કરો ત્યાં પાણી
વરસાદનું નથી પાણી
નદીનું ઘૂસ્યું પાણી
ઘરમાં ઘૂસ્યું પાણી
ખેતરમાં જળબંબાકાર
જનજીવન અસ્તવ્યસ્ત
ગામના દરેક ઘર અને ખેતર પાણીમાં ગરકાવ છે. ઘરવખરીથી લઈને પાક અને પશુઓના ચારા સુધી, બધું નાશ પામ્યું છે. ગામ લોકોનું કહેવું છે કે સાબરમતી નદીના પાણીથી દર વર્ષે આવી જ આફત આવે છે.
રસિકપુરાના ગામ લોકો હવે સરકાર પાસે મદદની આશ લગાવી રહ્યા છે. તેઓની માગ છે કે નદીના કિનારે પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે, જેથી આવનારા વર્ષોમાં આ આફતથી બચી શકાય.
શું રસિકપુરાના લોકોની આ માગ પૂરી થશે?... શું સરકાર આ ગામને આ આફતથી બચાવશે? આ પ્રશ્નોના જવાબની રાહ જોવાઈ રહી છે.