)
Ahmedabad News : સેવન્થ ડે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ એડમિશન લેવા આવે તો યોગ્ય પ્રતિક્રિયા આપવા અને બાળકનું લિવિંગ સર્ટિફિકેટ ન હોય તો પણ કામચલાઉ પ્રવેશ આપવા સૂચના અપાઈ છે.
સેવન્થ ડે સ્કૂલને લઇ મહત્વનો નિર્ણય
DEO કચેરીથી ચાર અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. આ વિશે અમદાવાદ શહેરના ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું કે, ચારેય અધિકારીઓ શાળાના સમયે સેવન્થ ડે સ્કૂલમાં હાજર રહેશે. શાળાના અન્ય વાલીઓને થતી મૂંઝવણને લઇ અધિકારીઓ સાથે પૂછપરછ કરી શકશે
પોતાના બાળકને અન્ય શાળામાં પ્રવેશ લેવડાવવા માંગતા વાલીઓ પણ અધિકારીઓનો સંપર્ક કરી શકશે. સેવન્થ ડે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ એડમિશન લેવા આવે તો યોગ્ય પ્રતિક્રિયા આપવા અને બાળકનું લિવિંગ સર્ટિફિકેટ ન હોય તો પણ કામચલાઉ પ્રવેશ આપવા સૂચના અપાઈ છે.
DEO એ અન્ય શાળાને આપી સૂચના
સેવન્થ ડે સ્કૂલના વાલીઓ પ્રવેશને લઇ ઈન્કવાયરી કરવા આવે તો શાળા તરફથી યોગ્ય પ્રતિક્રિયા આપવા સૂચના અપાઈ છે. બાળકનું લિવિંગ સર્ટિફિકેટ ન હોય તો પણ ટેમ્પરરી પ્રવેશ આપવા અન્ય શાળાઓને સૂચના આપાઈ. આજથી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ પણ શરૂ કરી શકશે.
તો બીજી તરફ, એક વાયરલ મેસેજે હોબાળો મચાવ્યો છે. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં પ્રિન્સિપાલના દીકરા દ્વારા લખાયેલો મેસેજના સ્ક્રિન શોટ્સ વાયરલ તયો છે. પ્રિન્સિપાલ ઈમેન્યુઅલના દીકરા ઇશાંત ગુનાડાલાએ ખ્રિસ્તી માઇનોરિટી ઇન્સ્ટિટ્યૂટ વિરુદ્ધ કાવતરું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેણે લખ્યું કે, વાલીઓ અને કેટલાક લોકોએ ઉગ્ર વિરોધ કર્યો, મારામારી અને તોડફોડ કરી. ક્રાઈમ બ્રાન્ચે સ્કૂલ પ્રિન્સિપાલ વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધ્યો. મંગળવારે સ્કૂલ સમય પૂરો થયા બાદ કેમ્પસ બહાર બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. ઘાયલ વિદ્યાર્થી સ્કૂલ ગેટ પાસે બેભાન થયો; સ્ટાફે 6 મિનિટમાં હોસ્પિટલ પહોંચાડ્યો અને બ્લડ ડોનેટ કર્યું હતું. છતાં ઊંડા ઘા કારણે વિદ્યાર્થી બચી ન શક્યો સ્કૂલે તમામ પ્રયત્નો કર્યા હતા.
તેણે વધુમાં લખ્યુ કે, સોશિયલ મીડિયામાં ભ્રામક માહિતી ફેલાવીને સ્કૂલને બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે. 400-500 લોકોના ટોળાએ હિંસક હુમલો કર્યો, તોડફોડ કરી; પ્રિન્સિપાલ પર હુમલો અને ધરપકડના પ્રયત્નો કર્યા. આ ખ્રિસ્તી માઇનોરિટી ઇન્સ્ટિટ્યૂટ વિરુદ્ધ કાવતરું છે. સ્કૂલ બંધ કરાવવાનો એજન્ડા છે. ઇશાંતની માંગ ગ્લોબલ SDA (સેવન્થ ડે એડવેન્ટિસ્ટ) તાત્કાલિક હસ્તક્ષેપ કરે, ભારત સરકાર અને વિદેશ મંત્રાલય પ્રિન્સિપાલ, સ્ટાફ અને સ્કૂલને સુરક્ષા આપે, વર્લ્ડ SDA ફેમિલીને સાથ આપવા અપીલ ડિપ્લોમેટિક સ્તરે અવાજ ઉઠાવો તેમજ પરિવાર અને સ્કૂલનું ભવિષ્ય ખતરામાં તાત્કાલિક પગલાં લેવા વિનંતી છે.