જાણીતા લેખીકા કાઝલ ઓઝા વૈદ્યે અશ્વીન સાંકડસરિયા સામે કર્યો બદનક્ષીનો દાવો

જાણીતા લેખીકા કાઝલ ઓઝા વૈદ્ય અને તેમના દિકરાએ કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો છે. જેમાં પાટીદાર આરક્ષણ સંધર્ષ સમીતી નવી દિલ્હીનો નેશનલ કો-ઓર્ડીનેટર અશ્વીન સાંકડસરીયાએ સોશિયલ મીડિયા પર સતત સમાજમાં છબી ખરડાય અને બદનક્ષી ભર્યા નિવેદનો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. ઉપરાંત જે પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકવામાં આવી હતી તેના સ્ક્રીન શોર્ટ પણ પુરાવા સ્વરૂપે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. 

જાણીતા લેખીકા કાઝલ ઓઝા વૈદ્યે અશ્વીન સાંકડસરિયા સામે કર્યો બદનક્ષીનો દાવો

અમદાવાદ: જાણીતા લેખીકા કાઝલ ઓઝા વૈદ્ય અને તેમના દિકરાએ કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો છે. જેમાં પાટીદાર આરક્ષણ સંધર્ષ સમીતી નવી દિલ્હીનો નેશનલ કો-ઓર્ડીનેટર અશ્વીન સાંકડસરીયાએ સોશિયલ મીડિયા પર સતત સમાજમાં છબી ખરડાય અને બદનક્ષી ભર્યા નિવેદનો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. ઉપરાંત જે પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકવામાં આવી હતી તેના સ્ક્રીન શોર્ટ પણ પુરાવા સ્વરૂપે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. 

મહત્વનું છે, કે આ મામલે ગુરુવારે સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં સુનાવણી યોજવામાં આવશે. જાણીતા લેખીકા કાઝલ ઓઝા વૈદ્ય અને તેમના દિકરા તથાગતે સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં અશ્વીન સાંકડસરીયા સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરી છે. જેમાં તેમના એડવોકેટ રૂષાંગ ડી. મહેતાએ એવી રજૂઆત કરી છે કે, અશ્વીન પાટીદાર આરક્ષણ સંધર્ષ સમીતી-ન્યૂ દિલ્હીનો નેશનલ કો એડીનેટર છે. અને તે સોશિયલ મીડિયા પર દસ હજારથી વધુ ફોલોવર્સ ધરાવે છે.

ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાવી, રાજ્ય સરકાર ટેકાના ભાવે કરશે મગફળીની ખરીદી

અશ્વીને સોશિયલ મીડિયા પર લેખીકા કાઝલ ઓઝા વૈદ્ય સામે બદનક્ષી ભર્યા નિવેદનો કર્યા છે, જેમાં અશ્લીલ ભાષાનો વારંવાર ઉપયોગ કર્યો છે, આ કૃત્ય તેણે લેખીકાની પ્રતિષ્ઠાંને હાની પહોંચાડવા ઇરાદાપૂર્વક કર્યું છે. તેણે આવી પોસ્ટ લખી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. અશ્વીને કાઝલ બહેના દિકરા વિશે 15 સપ્ટે.ના રોજ રાત્રે 7.52 વાગ્યે એવી પોસ્ટ કરી હતી કે, દિકરો તથાગત સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાઇ ગયો છે અને તે સંપ્રદાયે તેનું માઇન્ડ વોશ કર્યું છે તથા તે તેની માતાનું ધ્યાન પણ રાખતો નથી.

દૂધ સાગર ડેરીની અનોખી પહેલ, પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાવાથી ‘દૂધ મળશે મફત’

જો કે, આ તમામ નિવેદનો પાયા વિહોણા અને તદન ખોટા તથા બદનક્ષીકારક છે. ત્યારબાદ અશ્વીને આ વધુ જોવાયેલી પોસ્ટ અચાનક જ ડિલીટ કરી નાંખી હતી. ઉપરાંત 16મીએ અશ્વીને વધુ એક પોસ્ટ કરી હતી. જેમાં પોતાના ફોલોઅર્સને કાજલ બહેનના તમામ પુસ્તકો બાળી નાંખવા અપિલ કરી હતી. ત્યારબાદ 17મીના રોજ પણ વ્યક્તિગ જીવન અને પરિવારના સભ્યો વિષે બદનક્ષીભર્યું લખાણ સોશિયલ મીડિયા પર લખ્યું હતું. જે પોસ્ટ અશ્વીને લખી તે પહેલી નજરે કોઇ વાંચે તો કાજલબહેન અને પરિવાર વિશે ખરાબ છબી ઉભી થાય તેમ છે. જે પોસ્ટ લખી હતી તેના સ્ક્રીન શોટ પુરાવા રૂપે રજૂ કરીએ છીએ તેથી કોર્ટે આ અંગે યોગ્ય નિર્ણય લેવો જોઇએ.

સાયરબર સેલમાં કરી હતી ફરિયાદ  
સતત મીડિયામાં બદનક્ષીભર્યા લખાણને લઇ તથાગતે આ મામલે ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલ વિભાગમાં લેખીત ફરિયાદ પણ કરી હતી. જેમાં તેણે પુરાવા સ્વરૂપે સ્ક્રીન શોટ અને લખાણના નમુના પણ રજૂ કર્યા હતા. જો કે, આ મામલે હજુ સુધી પોલીસે કોઇ જ પગલાં લીધા હોવાનું ધ્યાને આવ્યું નથી.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news