69મો ગણતંત્ર દિવસ: મહેસાણા ખાતે રાજ્યપાલ ઓ પી કોહલીએ ફરકાવ્યો ધ્વજ

દેશ આજે પોતાના 69મો ગણતંત્ર દિવસ એટલેકે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મગ્ન છે. મહેસાણા ખાતે રાજ્ય કક્ષાએ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. રાજ્ય પાલ ઓ પી કોહલીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ધ્વજવંદન વખતે હાજર રહ્યાં અને તિરંગાને સલામી આપી હતી. 
69મો ગણતંત્ર દિવસ: મહેસાણા ખાતે રાજ્યપાલ ઓ પી કોહલીએ ફરકાવ્યો ધ્વજ

મહેસાણા: દેશ આજે પોતાના 69મો ગણતંત્ર દિવસ એટલેકે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મગ્ન છે. મહેસાણા ખાતે રાજ્ય કક્ષાએ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. રાજ્ય પાલ ઓ પી કોહલીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ધ્વજવંદન વખતે હાજર રહ્યાં અને તિરંગાને સલામી આપી હતી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) January 26, 2018

આ દરમિયાન પરેડનું પણ આયોજન હતું અને રાજ્યપાલ ઓપી કોહલીએ પરેડ કરતા જવાનોની સલામી લીધી હતી. ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તિરંગના ત્રણ રંગોમાં સજ્જ બાળકોએ સમગ્ર મેદાનમાં હર્ષોઉલ્લાસનું વાતાવરણ સર્જી નાખ્યું હતું. બાળકોએ સૂર્યનમસ્કાર કરીને વાતાવરણમાં ઉર્જા ભરી દીધી હતી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) January 26, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news