)
Gondal Ribda Firing Anirudhsinh Jadeja : ગોંડલના રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ પર ફાયરિંગ કરનાર હાર્દિકસિંહ સુરત પોલીસે વરઘોડો કાઢ્યો હતો.
હાર્દિકસિંહ જાડેજા સુરત રાંદેર પોલીસ ચોપડે પહેલેથી જ વોન્ટેડ હતો. ૩૨૦૭૧ યુએસડીટી ટ્રાન્સફર કરાવવા તેણે ગળા પર છરો મૂક્યો હતો. રાંદેરમાં ધોરાજીના કાપડ દલાલનું અપહરણ કરીને હાર્દિકસિંહ સહિતે ધમકી આપી હતી. પકડાયેલ હાર્દિક વિરુદ્ધ સુરત રાંદેર પોલીસ મથકમાં ગત તા. ૨૭ નવેમ્બર, ૨૦૨૪ ગુનો નોંધાયો હતો. રાંદેર પોલીસ મથકમાં કૈલાશ, હાર્દિકસિંહ અને બન્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપી હાર્દિકસિંહને ગતરોજ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.
હાર્દિકને પકડવા ચાર ટીમ દોડાવાઈ હતી
હાર્દિકસિંહને પકડવા રાજકોટ ગ્રામ્ય પોલીસની ચાર ટીમ તેમજ નિર્લિપ્ત રાયની સીધી દેખરેખ હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આરોપીને ઝડપી પાડવા દોડતી થઈ હતી. આરોપી અગાઉ MP અને UP સહિતના વિસ્તારોમાં નાસતોફરતો હોવાની બાતમી મળી હતી. હાર્દિકસિંહ મદુરાઈ ખાતે એક બારમા બેઠો હોવાની ચોક્કસ બાતમી હતી, જોકે અહીં પોલીસ પહોંચે એ પહેલાં તે નાસી છૂટ્યો હતો અને પછી કેરળ પહોંચ્યો હતો. આ અંગેની પાક્કી બાતમી મળતાં SMC બે ટીમ કેરળ ખાતે તપાસમાં પહોંચી હતી. જ્યાંથી તેને પકડીને કેરળ લાવવામાં આવ્યો હતો.
હાર્દિકસિંહ વિરુદ્ધ ખૂન, ખૂનની કોશિશ, છેતરપિંડી, અપહરણ, લૂંટ, મારામારી તથા પ્રોહિબિશન સહિત 12 ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે આવેલા પેટ્રોલ પંપ ઉપર 20 જુલાઈના રોજ રાત્રિના 1:00 વાગ્યાના અરસામાં મોટરસાયકલ પર આવેલા બે જેટલા બુકાની ધારી વ્યક્તિઓ દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રીબડા પેટ્રોલ પંપ ખાતે ફિલરમેન તરીકે પ્રાઇવેટ નોકરી કરનારા 38 વર્ષીય જાવેદ ખોખર દ્વારા બીએનએસ ની કલમ 109, 54 તેમજ આર્મ્સ એક્ટની કલમ હેઠળ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
હાર્દિકસિંહે કબૂલ્યો હતો ગુનો
ત્યારે સમગ્ર મામલે હાર્દિકસિંહ જાડેજા નામની વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરાવવામાં આવ્યુ હોવાની કબુલાત આપવામાં આવી હતી. હાર્દિકસિંહ જાડેજા દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જુદી જુદી સ્ટોરી અપલોડ કરી અગાઉ રાજદીપસિંહ જાડેજા તેમજ પીન્ટુ ખાટડી સહિતના સાથે થયેલી અદાવતના કારણે રાજદીપ સિંહ જાડેજાના ઘર પર નહીં પરંતુ પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવ્યું હોવાની જવાબદારી લેવામાં આવી હતી. સાથે જ રાજકોટ ખાતે પીન્ટુ ખાટડીના નિવાસ્થાન પાસે તેના માણસો દ્વારા રેકી પણ કરવામાં આવી હોવાનો વિડીયો પોતાના instagram આઈડી ઉપર અપલોડ કરવામાં આવ્યો હતો.