ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે આ મંત્રીઓની જોડી બની નંબર 1, સરકારના સંકટ મોચક
Jodi No.1 Ministers Of The Week : અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં સતત સેવામાં રહેલા ગુજરાત સરકારના બે મંત્રીઓની ભારે સરાહના થઈ રહી છે. ભૂપેન્દ્ર પટેલની સાથે જ રહેતી આ જોડી હાલમાં સરકારની આબરૂને દાગ ના લાગે માટે રાત દિવસ જોયા વિના દોડાદોડી કરી રહ્યાં છે.
Trending Photos
Gandhinagar News : કહેવાય છે કે દરેક સરકારમાં સંકટમોચક હોય છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં હાલમાં ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માની જોડી નંબર વન સાબિત થઈ રહી છે. સરકારની દરેક મુશ્કેલીમાં આ બંને મંત્રીઓ દોડતા જોવા મળી રહ્યાં છે. પ્લેન દુર્ઘટનામાં પણ આ બંને મંત્રીઓની કામગીરી કાબિલેદાદ સાબિત થઈ રહી છે. કેટલાક મંત્રીઓ મીડિયાપ્રેમી હોય છે પણ આ લોકો ચૂપચાપ કામ કરી રહ્યાં છે.
આ અઠવાડિયા દરમિયાન નંબર વન પર રહી આ જોડી
સામાન્ય રીતે મંત્રી મંડળમાં અનેક મંત્રીઓ વચ્ચે આંતરિક ખેંચતાણ રહેતી હોય છે. એકબીજાને બદનામ કે નીચું દેખાડવા ના પ્રયત્ન પણ થતા હોય છે. જોકે આજે આપણે મંત્રીઓમાં જોડી નંબર વનની વાત કરવી છે. મંત્રીમંડળમાં એકબીજા સાથે સારા સંબંધો હોય અને પૂરતો વિશ્વાસ હોય તેવી ખૂબ ઓછી જોડી બનતી હોય છે. રાજ્ય કક્ષાના મંત્રીઓમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની જોડી છે. કેબિનેટમાં વાત કરીએ તો મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની જોડી આ અઠવાડિયા દરમિયાન નંબર વન પર રહી છે. પ્લેન દુર્ઘટનામાં આ જોડીએ સાથે રહી પ્રશંસનીય કામગીરી કરી છે. બંને મંત્રીઓ સતત ખડેપગે કામ કરી રહ્યાં છે. કેટલાક એવા પણ છે કે મીડિયામાં છવાવા માટે કામગીરી કરતા હોય છે પણ ખરેખ પ્લેન ક્રેશમાં આ બંને મંત્રીઓ રાતદિવસ જોયા વિના સતત કામગીરી કરી રહ્યાં છે.
બંને પ્લેન ક્રેશ ઘટનામાં દિવસરાત એક કરીને કામ કરી રહ્યાં છે
એકબીજા સાથે બોડી લેંગ્વેજથી માંડીને વિચારીક રીતે પણ જોડી બનાવી છે. પ્લેન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ અને તેની સંલગ્ન કામગીરીમાં ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ રાત દિવસ એક કરીને કામગીરી કરી છે. બંને મંત્રીઓ સાથે ને સાથે જ જોવા મળ્યા છે. આમ તો કડી વિધાનસભાની પેટા ચૂંટણીની જવાબદારીમાં પણ બંને મંત્રીઓ સાથે છે. જે દિવસે પ્લેન દુર્ઘટના બની તે જ દિવસે બંને મંત્રીઓ કડીના ચૂંટણી પ્રચારને ટૂંકાવી પરત ફર્યા હતા.
જે જવાબદારી આપી તે નિભાવી
મુખ્યમંત્રીએ જે જવાબદારી સોંપી તે જવાબદારી બેખૂબી નિભાવી. મૃતકના પરિવારજનો ને કોઈ મુશ્કેલી ન પડે તેની વ્યવસ્થા હોય કે ડીએનએ મેચ થાય અને તરત પરિવારજનોને ડેટ બોડી સોંપવાની કામગીરી હોય આ તમામમાં આ જોડી નંબર વન સાબિત થઈ.
બંને મંત્રીની કામગીરીએ મુખ્યમંત્રીને ખુશ કરી દીધા
ચોક્કસ સિવિલ હોસ્પિટલમાં આ જોડી સાથે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત પણ ખડે પગે રહ્યા હતા. ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માની જોડી અગાઉ સાથે બદનામ થઈ હતી. વડોદરા કેસમાં કે ગાંધીનગરમાં સાથે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આ જોડીને બદનામીનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ વખતે બદનામી નહીં પણ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માની જોડીએ પોતાની કામગીરીથી મુખ્યમંત્રીને ખુશ કર્યા. એકબીજા સાથે મેળ આવે છે કે જરૂરી સમયે એકબીજાનું માર્ગદર્શન પણ લઈ લે છે એ રાજકીય હોય કે સામાજિક હોય પણ આ બંને મંત્રીઓ સરકાર માટે સંકટ મોચક બની રહ્યાં છે. સરકાર હવે આ બંને મંત્રીઓ પર ભરોસો મૂકી છે કે બંને સરકારને કોઈ પણ સંજોગોમાં સાચવી લેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે