ગુજરાતમાં આ વખતે 'જવાન' સરકાર, રિવાબા જાડેજાના નામે નોંધાયો રેકોર્ડ
Gujarat New Cabinet: ગુજરાતમાં નવ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા સૌથી નાની ઉંમરના મંત્રી બન્યા છે. આ વખતે પાર્ટીના આગામી પેઢીના નેતાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જો મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓની સરેરાશ ઉંમરની વાત કરવામાં આવે તો જૂની મંત્રીમંડળમાં સામેલ લોકોની સરેરાશ ઉંમર કરતા ઓછી છે.
Trending Photos
)
Gujarat New Cabinet: ગુજરાતમાં નવ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા સૌથી નાની ઉંમરના મંત્રી બન્યા છે. આ વખતે પાર્ટીના આગામી પેઢીના નેતાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જો મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓની સરેરાશ ઉંમરની વાત કરવામાં આવે તો જૂની મંત્રીમંડળમાં સામેલ લોકોની સરેરાશ ઉંમર કરતા ઓછી છે.
નવા મંત્રીમંડળમાં યુવાનોની વધુ પસંદગી
ગુજરાતનું નવું મંત્રીમંડળ જૂના મંત્રીમંડળની તુલનામાં ખૂબ જ જવાન છે. આ દર્શાવે છે કે, રાજ્યના ભાજપ નેતૃત્વની આગામી પેઢીને સશક્ત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. નવા મંત્રીમંડળમાં મંત્રીઓની સરેરાશ ઉંમર અગાઉના મંત્રીમંડળમાં 60 વર્ષથી ઓછીને થઈને આ વખતે 55 વર્ષ થઈ ગઈ છે.
રિવાબા જાડેજા બન્યા સૌથી યુવા મંત્રી
નવા મંત્રીઓમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને પહેલી વખત ધારાસભ્ય બનેલા રિવાબા જાડેજા 34 વર્ષના છે. તેઓ સૌથી નાની ઉંમરના મંત્રી છે. જ્યારે કનુભાઈ દેસાઈ 74 વર્ષની સાથે સૌથી ઉંમર લાયક મંત્રી બન્યા છે. નવા મંત્રીમંડળમાં યુવાનોની વધુ પસંદગી કરવામાં આવી છે. રીવાબા જાડેજા, કૌશિક વેકરિયા, પ્રવિણ માલી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બધા 40 વર્ષ કે તેથી ઓછી ઉંમરના છે.
50 વર્ષથી ઓછી ઉંમરના અન્ય મંત્રીઓમાં સંજયસિંહ મહિડા (46), સ્વરૂપજી ઠાકોર (46), રમેશ કટારા (50), જયરામ ગામિત (50) અને મનીષા વકીલ (50) સામેલ છે. 60 વર્ષથી વધુ ઉંમરના અનુભવી મંત્રીઓમાં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (63), ઋષીકેશ પટેલ, કુંવરજી બાવળિયા, અર્જુન મોઢવાડિયા, ઈશ્વરસિંહ પટેલ, કાંતિ અમૃતિયા, પુરુષોત્તમ સોલંકી, પી.સી. બરંડા, અને ત્રિકમ છાંગા સામેલ છે.
કેબિનેટ સભ્યોની ઉંમર
ભૂપેન્દ્ર પટેલ (CM) - 63 વર્ષ
કનુ દેસાઈ - 74 વર્ષ
રૂષિકેશ પટેલ - 64 વર્ષ
કુંવરજી વાવળીયા - 70 વર્ષ
હર્ષ સંઘવી - 40 વર્ષ
પ્રફુલ પાનસરીયા - 54 વર્ષ
પરષોત્તમ સોલંકી - 64 વર્ષ
અર્જુન મોઢવાડિયા - 68 વર્ષ
રિવાબા જાડેજા - 34 વર્ષ
ઈશ્વરસિંહ પટેલ - 64 વર્ષ
જીતુ વાઘાણી - 55 વર્ષ
નરેશ પટેલ - 58 વર્ષ
પીસી બરંડા - 66 વર્ષ
કાંતિ અમૃતિયા - 63 વર્ષ
કૌશિક વેકરિયા - 39 વર્ષ
રમેશ કટારા - 50 વર્ષ
જયરામ ગામીત - 50 વર્ષ
દર્શના વાઘેલા - 53 વર્ષ
પ્રદ્યુમ્ન વાજા - 57 વર્ષ
મનીષા વકીલ - 50 વર્ષ
પ્રવીણ વાલી - 40 વર્ષ
સંજયસિંહ મહિડા - 46 વર્ષ
રમણ સોલંકી - 60 વર્ષ
કમલેશ પટેલ - 55 વર્ષ
ત્રિકમ છંગા - 63 વર્ષ
સ્વરૂપજી ઠાકોર - 46 વર્ષ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














