ભાવનગરમાં જીતુ વાઘાણીએ જીતવા માટે રેડી દીધો છે જીવ, આ છે લેટેસ્ટ પુરાવો

હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે આજે વડાપ્રધાને ફરી એક વખત 'મન કી બાત' કરી હતી

Updated By: Nov 26, 2017, 03:38 PM IST
ભાવનગરમાં જીતુ વાઘાણીએ જીતવા માટે રેડી દીધો છે જીવ, આ છે લેટેસ્ટ પુરાવો
રોડ શોમાં જીતુ વાઘાણી

ભાવનગર : દર મહિનાના છેલ્લા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'મન કી બાત' કરે છે. હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે આજે વડાપ્રધાને ફરી એક વખત 'મન કી બાત' કરી હતી. આજે ગુજરાતમાં ભાજપ દ્વારા જ્યાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યા છે ત્યાં પક્ષના વડાઓએ રોડ ઉપર બેસીને 'મન કી બાત'  સાંભળી હતી. 

ભાવનગરમાં આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. અહીં તેમણે ભાવનગરના પછાત એવા કુંભારવાડા  વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો.  તેમણે અહીં ખાટલા પર બધા લોકોએ સાથે બેસીને 'મન કી બાત' માણ્યો હતો.

જીતુ વાઘાણી સાથે રાજસ્થાન ભાજપના નેતા ગજેન્દ્રસિંહ ખાસ હાજર રહ્યાં હતા. જીતુ વાઘાણીએ આ વિસ્તારને પછાત રાખવાના મામલે કોંગ્રેસને દોષિત ગણાવી હતી.