સ્માર્ટ સિટીમાં ‘પાષાણ યુગ’ જેવું તંત્ર! ભાવનગર મનપાની ઘોર બેદરકારી, રોડ બની ગયા છતાં રસ્તા હજુ બંધ

Bhavnagar News: ભાવનગર હવે સ્માર્ટ સિટી બનવા તરફ જઈ રહ્યું છે, પરંતુ તંત્રની કામ કરવાની પદ્ધતિ પાષાણ યુગ જેવી લાગે છે. સહકારી હાટથી સંસ્કારમંડળ સુધીનો કરોડોના ખર્ચે બનેલો આરસીસી રોડ 10 દિવસ પહેલા તૈયાર થઈ ગયો છે, પરંતુ તંત્રએ રસ્તા પર માટીના જે ત્રણ-ત્રણ ફૂટના પાળા બનાવ્યા હતા, તે હટાવવાનું ભૂલી ગયું છે. લોકો જીવના જોખમે વાહનો પછાડતા આ ટીંબા કૂદી રહ્યા છે. 

સ્માર્ટ સિટીમાં ‘પાષાણ યુગ’ જેવું તંત્ર! ભાવનગર મનપાની ઘોર બેદરકારી, રોડ બની ગયા છતાં રસ્તા હજુ બંધ

Bhavnagar News: ભાવનગરના રસ્તાઓ પર અત્યારે 'વિકાસ' નહીં પણ 'મુસીબત'ના ગંજ ખડકાયેલા છે. સહકારી હાટથી સંસ્કારમંડળ સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા આઠ મહિનાથી ખોદાયેલો હતો. લોકોએ આખું ચોમાસું કાદવ-કીચડમાં વિતાવ્યું. આશા હતી કે નવો રોડ બનતા શાંતિ થશે, પરંતુ તંત્રએ નવી આફત ઊભી કરી છે.

રોડ બની ગયા છતાં રસ્તા હજુ બંધ
સંસ્કારમંડળ, આતાભાઇ રોડ અને વાઘાવાડી જેવા મુખ્ય માર્ગોને જોડતા તમામ રસ્તાઓ પર ત્રણ ફૂટ ઊંચા માટીના પાળા બનાવી દેવાયા છે. રોડનું કામ 10 દિવસ પહેલા પૂર્ણ થઈ ગયું હોવા છતાં, આ 'ટીંબા' દૂર કરવાની તસ્દી લેવામાં આવી નથી. પરિણામે, સેંકડો વિદ્યાર્થીઓ અને વાહનચાલકો આ માટીના ઢગલા પરથી પટકાયા છે.

Add Zee News as a Preferred Source

તંત્રની ઘોર બેદરકારી
હદ તો ત્યારે થાય છે, જ્યારે આ માટીના પાળાઓ હવે 'કચરાપેટી' બની ગયા છે. આજુબાજુનો એઠવાડ અને ગંદકી અહીં ફેંકવામાં આવે છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે. ઝી મીડિયાની ટીમ પહોંચતા જ સફાઈ કામદારોએ કચરો હટાવવાનું નાટક તો કર્યું, પણ રસ્તો ખુલ્લો કરવાની જવાબદારી કોની? અધિકારીઓની મનમાની અને કોન્ટ્રાક્ટરની આળસનો ભોગ ટેક્સ ભરતી જનતા બની રહી છે.

કોંગ્રેસ કર્યા પ્રહાર
વિપક્ષ પણ હવે આ મામલે મેદાનમાં છે. કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે ભાવનગરમાં કામ શરૂ કરવાના ઠેકાણા નથી અને કામ પૂરું થયા પછી લોકાર્પણના મુહૂર્ત જોવાતા હોય તેમ રસ્તાઓ બંધ રખાય છે. શું સત્તાધીશોને જનતાની હાલાકી દેખાતી નથી?

સ્ટેન્ડિંગ ચેરમેને ખાતરી તો આપી છે, પણ સવાલ એ છે કે છેલ્લા 10 દિવસથી લોકો જે હાડમારી ભોગવી રહ્યા છે તેનું શું? આટાભાઈ ચોકમાં થોડું કામ બાકી હોવાના બહાને આખા શહેરને બંધક બનાવવું કેટલું યોગ્ય? જો વહેલી તકે આ માટીના ટીંબા દૂર નહીં થાય, તો ભાવનગરની જનતાનો આક્રોશ ગમે ત્યારે ફાટી નીકળી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news