અમદાવાદ: RTOની ગત ત્રણ વર્ષમાં દંડ વસુલવાની આવકમાં 200 ટકાનો વધારો

મોટર વ્હીકલ એક્ટ 2019 સુધારા સાથે 16 સમ્ટેમ્બરથી ગુજરાતમાં અમલી બનવા જઈ રહ્યો છે. પરતું છેલ્લા ત્રણ વર્ષના અમદાવાદ શહેરના ટ્રાફિકના દંડ વસુલાત આંકડાઓ પર નજર કરીએ તો લોકોએ કરોડો રૂપિયા દંડની રકમ ભરી છે. જેમા 2017 રકમ સામે 2019માં 2૦૦ ટકાનો વધારો થયો છે. લોકોએ નિયમોનું પાલન કરવા કરતા નીયમોને તોડવાનું વધુ પસંદ કર્યુ છે.
 

અમદાવાદ: RTOની ગત ત્રણ વર્ષમાં દંડ વસુલવાની આવકમાં 200 ટકાનો વધારો

મૌલિક ધામેચા/અમદાવાદ: મોટર વ્હીકલ એક્ટ 2019 સુધારા સાથે 16 સમ્ટેમ્બરથી ગુજરાતમાં અમલી બનવા જઈ રહ્યો છે. પરતું છેલ્લા ત્રણ વર્ષના અમદાવાદ શહેરના ટ્રાફિકના દંડ વસુલાત આંકડાઓ પર નજર કરીએ તો લોકોએ કરોડો રૂપિયા દંડની રકમ ભરી છે. જેમા 2017 રકમ સામે 2019માં 2૦૦ ટકાનો વધારો થયો છે. લોકોએ નિયમોનું પાલન કરવા કરતા નીયમોને તોડવાનું વધુ પસંદ કર્યુ છે.

સરકારા દ્રારા વાહનોને લગતા દંડની રકમમા વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનાથી સરકાર એવુ માની રહિ છે કે, લોકો સમય જતા વાહનોને લગતા નીયમોનું પાલન કરશે. પરંતું છેલ્લા ત્રણ વર્ષમા અમદાવાદ શહેર RTO દ્વારા વસુલવામાં આવેલા દંડના આંકડા પર નજર કરીઓ તો તેમા 2017 થી 2019 એટલે ત્રણ વર્ષમાં 200 ટકા જેટલી દંડની રકમમાં વધારો થયો છે.

  • 2017માં અમદાવાદીઓ 2 કરોડ 22 લાખ જેટલો દંડ કાયદાનું પાલન ન કરીને ભર્યો
  • 2018માં 100%ના વધારા સાથે 4 કરોડ 89 લાખ દંડ અમદાવાદીઓએ ભર્યો 
  • 2019 ઓગષ્ટ સુધીમા આ દંડની રકમમા પણ 100થી વધુ ટકા વધારો થયો અને 9 કરોડ 91 લાખ રૂપિયા અમદાવાદીઓ દંડ પેટે ભર્યાં

નિર્માણ બાદ પ્રથમવાર નર્મદા ડેમ ‘100 ટકા ભરાયો’, સપાટી 138.68 પહોંચી

આ આંકડા પરથીએ વાત સાબીત થાઈ છે કે, લોકો પૈસા ભરવાથી નથી સુઘરતા પણ સરકારે અભિગમ બદલવાની જરૂરી છે. કારણ કે, એક તરફ લોકોને રોડ રસ્તા પર સારી સુવિધાઓ નથી મળતી અને ટ્રાફિકમાં કલાકો સુધી ઉભા રહેવા છતા પણ નીયમ તોડતા દંડ ભરાવામાં આવે છે. લોકોની માનસીકતા છેલ્લા ત્રણ વર્ષમા નિયમોનું પાલન કરવા કરતા નીયમો તોડવાનું લોકએ વધારે પસંદ કર્યુ છે. એવામાં હવે જ્યારે દંડની રકમમાં અનેક ગણો વધારો કરવામાં આવ્યો છે. RTOની આવકમાં એક મહિનામા જ કરોડની આવક થશે તેવુ અધિકારીઓ માની રહ્યાં છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news