)
Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદને લાગી રિલ્સો બનાવવાની ઘેલછાને કારણે પોતાની બુદ્ધિનું દેવાળું ફૂક્યું. હવે તેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જીવ જોખમે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડે રીલ બનાવી હતી. ધરોઈ ડેમમાં પાણી છોડાયા બાદ સાબરમતી નદી બની છે ગાંડીતૂર છતાં પૂર્વ સાંસદે તેની પાસે જઈને રીલ બનાવી હતી.
સાબરમતી નદી કાંઠા વિસ્તારમાં નહીં જવા તંત્રનું એલર્ટ જાહેર કરી દેવાયું છે. તંત્રની એલર્ટ વચ્ચે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ ધસમસતા નદી પ્રવાહ સમીપ પહોંચ્યા હતા. સલામતીના કારણોસર તંત્રએ નદી કાંઠાના દોઢસો કરતા વધુ ગામોને એલર્ટ કરાયા છે. આવામાં પૂર્વ સાસંદ ભાન ભૂલી સોશિયલ મીડિયાની રીલ બનાવવા સાબરમતી નદી કાંઠે પહોંચ્યા હતા.
પૂર્વ સાંસદ સાબરમતીના ધસમસતા પ્રવાહ સમીપ પહોંચી મોબાઈલ પર રીલ બનાવતા નજર આવ્યા હતા. પૂર્વ સાસંદ દીપસિંહ જ્યાં પહોંચ્યા એ ખૂબ જ જોખમી પોઈન્ટ છે. તેમની નાની અમથી ભૂલ તંત્રને દોડધામ મચાવી મુકે એવી છે. એ જોખમી રીલ બનાવી હતી. 68 વર્ષની ઉંમરના પૂર્વ સાંસદે તંત્રની અપીલના ધજાગરા ઉડાવ્યા. એક તરફ, લોકોને દૂર રહેવાની અપીલને અનુસરવાનું કહેવાને બદલે ખુદ નેતા જ લોકોની સામે જોખમી રીલ બનાવવા લાગ્યા. પૂર્વ સાંસદે સાદોલીયા પુલ પાસે જોખમી રીલ બનાવી, જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ
ધરોઈ ડેમ ના આઠ દરવાજા ખોલ્યા
સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં આજે વરસાદી માહોલ છે. છેલ્લાં ૨૪ કલાકમાં સર્વત્ર વરસાદ નોધાયો છે. ૧૫ મીમી થી ૯૮ મીમી સુધી વરસાદ નોધાયો. વરસાદને લઈને ખેડબ્રહ્માની હરણાવ નદીમાં પાણી આવ્યુ છે. તો ધરોઈ ડેમમાં પાણીની આવક ભરપુર થઇ રહી છે
સાબરકાંઠા જીલ્લામાં વરસાદી માહોલ બાદ હરણાવ જળાશયના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. ત્રણ દરવાજા ૩.૩૦ મીટર ખોલવામાં આવ્યા છે. હરણાવ જળાશય ૯૮.૪૪ ટકા ભરાયો છે. ૧૧૪૧૩ કયુસેક પાણીની આવક સામે ૧૧૪૧૩ કયુસેક પાણીની જાવક છે. વિજયનગરના નદી કિનારાના નવ ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. બંધણા, અભાપુર, મતાલી, ધોળીવાવ, વીરપુર, આંતરસુબ્બા, અંદ્રોખા, ભુપતગઢ અને કુંડલા ગામોને એલર્ટ કારયાછ છે. જિલ્લાના જળાશયોમાં પાણીની આવક વધી છે. ગુહાઈ જળાશય ૮૨.૬૫ ટકા ભરાયો, ૧૧૯૪ કયુસેક પાણીની આવક થઈ છે. તો હાથમતી જળાશયમાં ૮૯.૪૩ ટકા ભરાયો,૪૩૧૫ કયુસેક પાણીની આવક થઈ છે.