અમદાવાદ ડૂબશે? ધરોઈ ડેમમાંથી છોડાયું પાણી, સાબરમતી નદી છલોછલ, અનેક ગામોને કરાયા એલર્ટ

Ahmedabad Sabarmati River Floods: સાબરમતી નદીનું તોફાની સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનાડ, વોક વે પાણીમાં ગરકાવ થયા છે, તો વાસણા બેરેજના પણ 27 દરવાજા ખોલીને પાણી છોડાયું છે. સાબરમતી નદી ફરી એકવાર બંને કાંઠે વહેતી થઈ છે. રિવર ફ્રન્ટ વોક વે પર પાણી ભરાયા છે. ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં પાણીનો વધારો થયો છે. પાણીનો નિકાલ કરવા માટે વાસણા બેરેજના દરવાજા પણ ખોલવામાં આવ્યા. વાસણા બેરેજના 3 થી 29 નંબર સુધી 27 ગેટ ફ્રી ફ્લો કરવામાં આવ્યા, જેથી પાણીનો પ્રવાહ રોકાય નહી. તેમજ નદીના પટ પાસેના ગામોને એલર્ટ કરાયા છે.

અમદાવાદ ડૂબશે? ધરોઈ ડેમમાંથી છોડાયું પાણી, સાબરમતી નદી છલોછલ, અનેક ગામોને કરાયા એલર્ટ
Source: Bureau

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More