લેઝર લાઇટોથી ઝળહળ્યો સરદાર સરોવર ડેમ, પીએમ મોદી કરશે નર્મદાના નીરના વાધામણા

નર્મદા ડેમ નિર્માણ બાદ પ્રથમવાર 100 ટકા ભરાયો છે જેને લઇને ‘નમામિ દેવી નર્મદે’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા(Narmada) નદીના નીરના વધામણાં કરવા માટે ગુજરાત આવી પહોંચ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) આગમન પહેલા નર્મદા ડેમને દુલ્હનની જેમ સજાવટ કરવામાં આવી છે. લાઇટોની રોશનીથી નર્મદા ડેમનો શણગાર કરવામાં આવ્યો છે. 

Updated By: Sep 16, 2019, 11:50 PM IST
લેઝર લાઇટોથી ઝળહળ્યો સરદાર સરોવર ડેમ, પીએમ મોદી કરશે નર્મદાના નીરના વાધામણા

અમદાવાદ: નર્મદા ડેમ નિર્માણ બાદ પ્રથમવાર 100 ટકા ભરાયો છે જેને લઇને ‘નમામિ દેવી નર્મદે’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા(Narmada) નદીના નીરના વધામણાં કરવા માટે ગુજરાત આવી પહોંચ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) આગમન પહેલા નર્મદા ડેમને દુલ્હનની જેમ સજાવટ કરવામાં આવી છે. લાઇટોની રોશનીથી નર્મદા ડેમનો શણગાર કરવામાં આવ્યો છે. 

Image

મહત્વનું છે કે, નર્મદા ડેમની સજાવટ માટે 30 દરવાજામાંથી 10 કેસરી, 10 સફેદ અને 10 લીલા રંગની લાઈટો તથા 1000 જેટલી LED અને 400 ફોકસ લાઈટો, 100 લેસર લાઈટોથી સરદાર સરોવર ડેમને સજાવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે નર્મદા બંધની મુલાકાત લેશે. અને નર્મદા નદીના નીરના વઘામણા કરશે.

PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, વહેલી સવારે લેશે હિરાબાના આશીર્વાદ

Image

વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમ
આવતીકાલે યોજાનાર "નમામિ દેવિ નર્મદે મહોત્સવ" કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ, બોર્ડ નિગમોના અધ્યક્ષો અને જાણીતા કલાકારો ઉપસ્થિત રહેશે. ગુજરાતાના લોકગાયકો પણ આ કાર્યક્રમમાં મહેમાન બનશે. રાજ્યના મંત્રી મંડળના મંત્રીઓ અને પદાધિકારીઓને મહોત્સવ અંતર્ગત જુદા જુદા જિલ્લામાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. અલગ અલગ જિલ્લાના કાર્યક્રમોમાં ગુજરાતના જાણીતા લોકગાયકો પણ હાજરી આપશે.

જુઓ LIVE TV :