)
ઝી બ્યુરો/કચ્છ: કચ્છનાં અબડાસા તાલુકાના ધમડકાના સીમાડે આવેલી હિંગોરજા વાંઢના પાંચ બાળકો તળાવમાં ડૂબી ગયાં હોવાની ઘટના સામે આવી છે. ભવાનીપર તરફ જતાં રોડ પર આવેલા તળાવમાં માલધારી હિંગોરજા પરિવારમાં દુર્ઘટના સર્જાઈ છે. પાણીમાં ફસાઈ ગયેલી ભેંસને બહાર કાઢવા જતાં એક પછી એક પાંચ બાળકો ડૂબી ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
બપોરની દુર્ઘટના બાદ સાંજે ચાર બાળકોના મૃતદેહ પાણી પર તરી આવતાં સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. આ કરુણ ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ છે.
અંજાર તાલુકાના ભવાનીપુર નજીક આવેલા તળાવમાં હિંગોળજા વાંઢના પાંચ બાળકો ન્હાવા જતાં ડૂબી ગયા હતા. જેથી ફાયર વિભાગની ટીમ અને તરવૈયાઓેએ શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન 4 બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે જ્યારે એક બાળકની શોધખોળ હાલ ચાલું છે.