ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; શિક્ષકોની ઘટ નિવારવા અહીં થશે 4100 જગ્યાઓ પર ભરતી

Recruitment of teachers in Kutch: કચ્છ જિલ્લાના શિક્ષકો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. કચ્છની પ્રાથમિક શાળાઓ માટે 2500 શિક્ષકો અને ધોરણ 6થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. 

ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; શિક્ષકોની ઘટ નિવારવા અહીં થશે 4100 જગ્યાઓ પર ભરતી

Recruitment of teachers in Kutch: શિક્ષકોની ઘટ નિવારવા ગુજરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કિસ્સામાં શિક્ષકોની કચ્છમાં ભરતીની માગ સ્વીકારી છે. તેમાં ધો-1થી 5માં 2500 અને ધો-6થી 8માં 1600ની ભરતી થશે. આ ભરતીમાં કચ્છના સ્થાનિકોને જ શિક્ષક તરીકે સમાવાશે. તથા રૂટિન ભરતી ઉપરાંત વધારાના 4100 શિક્ષક કચ્છને મળશે. તેમજ નોકરી પૂર્ણ થાય ત્યાં સુધી તેમણે કચ્છમાં જ રહેવું પડશે.

ફક્ત કચ્છ જિલ્લા માટે છે આ ભરતી!
કચ્છ જિલ્લાના શિક્ષકો માટે કચ્છની પ્રાથમિક શાળાઓ માટે 2500 શિક્ષકો અને ધોરણ 6થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી ફક્ત કચ્છ જિલ્લા માટે છે. ભરતી કરાયેલા આ 4100 શિક્ષકોને ક્યારેય બદલવામાં આવશે નહીં. આ નિર્ણયથી ભવિષ્યમાં કચ્છમાં શિક્ષણમાં સુધારો થશે. 

ખાસ કિસ્સાઓમાં વર્ગ 1-8 માટે અલગ ભરતી કરવામાં આવશે. વર્ગ 1-5 માટે 2500 બેઠકો અને વર્ગ 6-8 માટે 1600 બેઠકો ભરવામાં આવશે. કુલ 4100 જગ્યાઓ માટે સ્થાનિક લોકોની ભરતી કરવામાં આવશે. કચ્છના નાગરિકોની લાગણી છે. કચ્છમાં શિક્ષકો માટે આ નિર્ણય મહત્વનો છે. આ ભરતી પામનાર 4100 શિક્ષકોની ક્યારેય નહી થાય બદલી. ભવિષ્યમાં આ નિર્ણયથી કચ્છનું શિક્ષણ સુધરશે.   
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news