)
તેજસ દવે, મહેસાણાઃ દાહોદ અને ભરૂચ જિલ્લામાં થયેલા મનરેગા કૌભાંડની તપાસ ચાલુ છે ત્યાં તો વધુ એક મનરેગા કૌભાંડનો થયો છે પર્દાફાશ....મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલા ચાચરિયા ગામે બોગસ જોબકાર્ડના આધારે આચરવામાં આવ્યું મનરેગા કૌભાંડ...ગ્રામજનોએ લોકપાલમાં ફરિયાદ કરતા લોકપાલે રૂબરુ સ્થળ તપાસ કરીને સમગ્ર કૌભાંડને પર્દાફાશ કર્યો......
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાનું ચાચરિયા ગામમાં કૌભાંડ
ગરીબ અને જરૂરિયાતમંદ શ્રમિકોને રોજગારી મળી રહે તે હેતુથી મનરેગા એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના લાગુ કરવામાં આવી હતી...પરંતુ આ યોજનામાં હવે થઈ રહ્યું છે મસ મોટું કૌભાંડ....ગરીબ શ્રમિકોના રૂપિયા બારોબાર ખવાઈ જાય છે....
ચાચરિયા ગામે બોગસ જોબકાર્ડ બનાવીને માટીકામ માત્ર કાગળ પર દર્શાવવામાં આવ્યું....જ્યાં કામ બતાવવામાં આવ્યું છે ત્યાં એક તક્તી પણ લગાવી દેવામાં આવી છે...પરંતુ વાસ્તવમાં કોઈ કામ થયુ ન હોવાથી લોકપાલમાં ફરિયાદ કરવામાં આવી હતી....
મનરેગા કૌભાંડમાં 50 શ્રમિકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો....જેમાંથી એક પણ શ્રમિકે સ્થળ પર કામ કર્યું ન હતુ....ફરિયાદ બાદ શ્રમિકોને જવાબ આપવા માટે બોલાવવામાં આવ્યા હતા..જેમાંથી માત્ર છ શ્રમિકો જ જવાબ આપવા માટે આવ્યા હતા...તો જે બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા...તેના ATM અને પીન નંબર મેળવીને કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા ઉપાડી લેવામાં આવતા હતા...પાંચ જગ્યાના માટીકામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો...પરંતુ એક પણ જગ્યાએ માટીકામ કરવામાં આવ્યું ન હતુ..અને શ્રમિકોના નામ બતાવીને રૂપિયા ચાઉ કરવામાં આવ્યા હતા....મનરેગા કૌભાંડમાં એવા અનેક શ્રમિકો છે જેઓ કામ પર આવ્યા ન હોવા છતાં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ગ્રામજનોની ફરિયાદ બાદ લોકપાલની રૂબરૂ મુલાકાતમાં આ કૌભાંડ જાહેર થતા હવે રાજ્યકક્ષાએથી વિશેષ તપાસ સમિતિ બનાવી કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે...
દાહોદ અને ભરૂચ બાદ હવે મહેસાણા જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે...ત્યારે આ ઘટનાને લઈ ગ્રામિણ રોજગાર યોજનાના અમલીકરણ પર સવાલો ઉભા થઈ રહ્યા છે.....કેમ કે, મનરેગા યોજના જે ગ્રામિણ ગરીબોને રોજગાર આપવા માટે બનાવવામાં આવી છે....પરંતુ તે યોજનાનો સાચી રીતે ઉપયોગ થતો નથી...અને ગરીબ શ્રમિકોના નામે બારોબાર કૌભાંડ આચરવામાં આવે છે....ત્યારે આ કૌભાંડમાં ઉંડાણપૂર્વક તપાસ થાય તો હજુ પણ મસ મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે...