મહેસાણામાં ACBનો સપાટો, આચાર્ય લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

મહેસાણા તાલુકાની ભાસરિયા સરકારી પ્રાથમિક શાળાનો આચાર્ય રૂ. 300ની લાંચ લેતાં મહેસાણા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે રંગેહાથ ઝડપાઇ જતાં શીક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો હતો. એસીબીએ આચાર્યની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Dushyant karnal Dushyant karnal | Updated: Mar 8, 2018, 07:46 PM IST
મહેસાણામાં ACBનો સપાટો, આચાર્ય લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

તેજસ દવે/ મહેસાણા: મહેસાણા તાલુકાની ભાસરિયા સરકારી પ્રાથમિક શાળાનો આચાર્ય રૂ. 300ની લાંચ લેતાં મહેસાણા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે રંગેહાથ ઝડપાઇ જતાં શીક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો હતો. એસીબીએ આચાર્યની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર, મહેસાણા તાલુકાની ભાસરિયા ગામે ચાલતી પ્રાથમિક શાળાના આચાર્ય અંકિતકુમાર બી. પટેલે ડુપ્લીકેટ LC કાઢી આપવા લાંચની માંગણી કરી હતી તેથી ફરીયાદીએ આ બાબતે મહેસાણા એન્ટીકરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી. એડિશનલ ડેપ્યુટી ડાયરેક્ટર જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તા.8 માર્ચના રોજ એન્ટી કરપ્શન બ્યુરોના પીઆઇ પી.કે.પ્રજાપતિ, મહેસાણા એસીબી પોલીસ સ્ટેશન અને ટીમે ફરિયાદીને સાથે રાખી છટકુ ગોઠવ્યુ હતું. 

તેમાં શાળાના આચાર્ય અંકિતકુમાર બી. પટેલ 300 રૂ.ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. એ.સી.બી.એ. અંકિત પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આચાર્ય લાંચ લેતા ઝડપાતા જીલ્લાના શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો.