ઝી બ્યુરો/સુરત: ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં અવનવી ગણેશ પ્રતિમાઓ જોવા મળી રહી છે. જે ખૂબ જ આકર્ષક છે પરંતુ સુરતના એક મૂર્તિકાર દ્વારા એવી ગણેશ પ્રતિમા બનાવવામાં આવી છે જે ન્યૂઝ પેપર અને ટીસ્યુ પેપરથી તૈયાર થઈ છે. અન્ય પ્રતિમાઓ કરતા આ પ્રતિમા ખૂબ જ હલકી હોય છે અને સહેલાઈથી વિસર્જિત પણ થઈ જાય છે. એટલું જ નહીં નવ જેટલા દેશોમાં જે ગણેશજીની પ્રતિમાની પૂજા અર્ચના કરવામાં આવે છે તે જ નવ દેશોના ગણપતિ પણ સુરતમાં આ મૂર્તિકાર જીગ્નેશ મિસ્ત્રી દ્રારા બનાવવામાં આવી છે, જે હાલ આકર્ષણનું કેન્દ્ર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી વળ્યાં છે મેઘરાજા! આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ફૂંકાશે પવન, તૂટી પડશે વરસાદ


પર્યાવરણ અને ખાસ કરીને તાપી નદીમાં પ્રદૂષણ ન થાય આ માટે ગણેશ વિસર્જન માટે માટીની પ્રતિમાઓ રાખવા માટે જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે સુરતના મૂર્તિકાર જીગ્નેશ મિસ્ત્રી ગણેશ વિસર્જન સહેલાઈથી થઈ જાય આ માટે કાગળથી આકર્ષક ગણેશજીની પ્રતિમાઓ બનાવી છે. આ પ્રતિમાઓ જોઈને કોઈને પણ લાગશે નહીં કે આ ટીસ્યું પેપર ન્યૂઝ પેપર કે અન્ય કાગળથી બનાવવામાં આવી છે. આ મૂર્તિ માટીની મૂર્તિ કરતા વજનમાં ખૂબ જ હલકી હોય છે અને તેની ઉપર માટેની પરત લગાવવામાં આવે છે જેથી રંગ રોગણ કરી ગણેશજીની આકર્ષક પ્રતિમાઓ બનાવી શકાય. 


હાલ ક્યાં કેવી છે વરસાદી સ્થિતિ? ક્યાંક ડેમ ઓવરફ્લો, તો નદી-નાળાં છલકાયાં, ગામોને...


પહેલા કાગળને ગુંદર સાથે થોડાક મિનટો રાખીને તેનો પલ્પ બનાવવામાં આવે છે અને આ પલ્પથી ગણેશજીની પ્રતિમાને આકાર આપવામાં આવે છે અને ત્યારબાદ કાગળથી તૈયાર થઈ જાય છે. આ ગણેશજીની પ્રતિમા દેશભરમાં ગણેશ ચતુર્થીને લઇ ભારે ઉત્સાહ છે. ગણેશજીની પૂજા માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ થતી હોય છે અને આ અંગે લોકોને જાણકારી થાય અને જેની પ્રતિમા ની પૂજા અર્ચના અન્ય કયા દેશોમાં થાય છે.


ભરૂચના કાંઠા વિસ્તારોમાં પૂરનું સંકટ! સરદાર સરોવર ડેમ છલકાયો, લોકોને એલર્ટ કરાયા


આ હેતુથી મૂર્તિકાર જીગ્નેશ મિસ્ત્રી દ્વારા અન્યનો દેશોમાં જે ગણેશજીની પ્રતિમા પૂજાયમાન થાય છે ત્યાના આબેહુંબ ગણેશજીની પ્રતિમાને સુરતમાં જીગ્નેશ મિસ્ત્રીએ બનાવી છે. ચાઇના, જાપાન, નેપાલ, ઈન્ડોનેશિયા, ખામેર, થાઈલેન્ડ, કમ્પુચીયા, સહિત અન્ય દેશોના જે સ્વરૂપમાં ગણેશજીની થાય છે તે જ ગણેશજી માટીથી જીગ્નેશ મિસ્ત્રી દ્વારા સુરતમાં તૈયાર કરવામાં આવી છે.


ઓછું બોલે છે પણ પેન ચલાવવામાં પાવરધા : જાણો કોણ છે EDના નવા બોસ રાહુલ નવીન