સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે સી-પ્લેનની સુવિધા શરૂ થશે

 સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ શેત્રુંજય ડેમ સુધી લોકો વિમાનમાં જઈ શકે તે માટે સી-પ્લેનની કવાયત કેન્દ્ર સરકારે શરૂ કરી છે. ઉડાન યોજના હેઠળ અમદાવાદથી ઉજ્જૈન સહિત અનેક નાના શહેરોને જોડતી વિમાન સેવા શરૂ કરવા માટે સરકારે પ્રક્રિયા શરૂ કરી છે. ઉડાન યોજના હેઠળ સરકારે સી-પ્લેન સહિત અનેક એરલાઈન્સ પાસેથી ત્રીજા તબક્કાના પ્રસ્તાવ મંગાવ્યા છે. જેની ચકાસણી બાદ 7 જાન્યુઆરીએ પસંદ થનારી એરલાઈન્સની જાહેરાત કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર રિવરફ્રન્ટથી અંબાજી સુધી સી પ્લેનમાં પ્રવાસ કર્યો હતો.

Updated By: Dec 22, 2018, 10:36 AM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે સી-પ્લેનની સુવિધા શરૂ થશે

ગુજરાત : સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ શેત્રુંજય ડેમ સુધી લોકો વિમાનમાં જઈ શકે તે માટે સી-પ્લેનની કવાયત કેન્દ્ર સરકારે શરૂ કરી છે. ઉડાન યોજના હેઠળ અમદાવાદથી ઉજ્જૈન સહિત અનેક નાના શહેરોને જોડતી વિમાન સેવા શરૂ કરવા માટે સરકારે પ્રક્રિયા શરૂ કરી છે. ઉડાન યોજના હેઠળ સરકારે સી-પ્લેન સહિત અનેક એરલાઈન્સ પાસેથી ત્રીજા તબક્કાના પ્રસ્તાવ મંગાવ્યા છે. જેની ચકાસણી બાદ 7 જાન્યુઆરીએ પસંદ થનારી એરલાઈન્સની જાહેરાત કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર રિવરફ્રન્ટથી અંબાજી સુધી સી પ્લેનમાં પ્રવાસ કર્યો હતો.

આ રૂટ માટે પ્રસ્તાવ

  • સાબરમતી રિવરફ્રન્ટ-શેત્રુંજય ડેમ
  • બેલગામ-વડોદરા
  • ભાવનગર-પુણે
  • કિશનગઢ-અમદાવાદ
  • દિલ્હી - જામનગર
  • અમદાવાદ-ઉદયપુર
  • અમદાવાદ-અમરેલી
  • અમરેલી-સુરત
  • સુરત-ભાવનગર
  • ભાવનગર-રાજકોટ