IPS રવિન્દ્ર પટેલના ઘરે SEBI નું સૌથી મોટું સર્ચ ઓપરેશન, ઘરે દરોડા પાડ્યા

IPS Officer Ravindra Patel : IPS રવિન્દ્ર પટેલના ઘરે કેન્દ્રીય એજન્સીઓએ હાથ ધરી કાર્યવાહી...ખેડબ્રહ્માના ગલોડીયા ગામે વહેલી સવારથી કેન્દ્રીય ટીમે તપાસ હાથ ધરી...નાણાકીય લેવડદેવડ અને મિલકત સહિતના બાબતે IPS રવિન્દ્ર પટેલના સાળાની કરવામાં આવી પૂછપરછ...IPS રવિન્દ્ર પટેલના પિતા પણ છે નિવૃત IPS અધિકારી..
 

IPS રવિન્દ્ર પટેલના ઘરે SEBI નું સૌથી મોટું સર્ચ ઓપરેશન, ઘરે દરોડા પાડ્યા

Ahmedabad News : સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં આવેલા રોધરા ગામે IPS અધિકારી રવિન્દ્ર પટેલના ઘરે સેબીએ દરોડા પડ્યા છે. IPS ઓફિસર રવિન્દ્ર પટેલના ઘરે સર્ચ ઓપરેશન ચલાવ્યું. નાણાંકીય લેવડદેવડ મામલે SEBIના અધિકારી દ્વારા પૂછપરછ કરાઈ છે.. રવિન્દ્ર પટેલ 2016ની બૅચના IPS અધિકારી છે

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના Ips ઑફિસર રવિન્દ્ર પટેલના મૂળ વતનમાં સેબીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. રવિન્દ્ર પટેલ 2016 ના ips ઑફિસર છે. IPS રવિન્દ્ર પટેલના પિતા ડીએન પટેલ ગુજરાતના પૂર્વ ips રહી ચૂક્યા છે. સાબરકાંઠામાં સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રવિન્દ્ર પટેલના પત્ની, પૂર્વ ips ડી એન પટેલ અને રવિન્દ્ર પટેલના સાળાની પૂછપરછ કરવામાં આવી હતી. 

ખેડબ્રહ્માના રોધરા ગામે કેન્દ્રીય ટીમો દ્વારા વહેલી સવારથી કાર્યવાહી કરવામાં આવી હતી. ખેડબ્રહ્માના ગલોડીયા ગામે પણ તપાસ કાર્યવાહી કરાઈ. ગલોડીયા ગામમા રહેતા IPSના સાળાની પૂછપરછ હાથ ધરાઈ હતી. રોધરા ગામે કેન્દ્રિય ટીમોના તપાસનો ધમધમાટ દિવસભર ચાલ્યો. 

IPS રવિન્દ્ર પટેલના SEBIના દરોડાથી ચકચાર મચી ગઈ છે. શેર બજારના એક્સચેન્જમાં થયેલ લેવડ દેવડ બાબતે સેબીએ તપાસનો ધમધમાટ દોડાવ્યો હતો. પાદરા તાલુકાના ભાદરા સહિત અન્ય ગામમાં એજન્સીની કાર્યવાહી કરવામાં આવી. IPS રવિન્દ્ર પટેલના વ્યવહારોની પૂછપરછ કરાઈ. શેરબજાર અને કોમોડિટીમાં થયેલા આર્થિક વ્યવહારો મામલે સમગ્ર તપાસ આદરાઈ. IPS રવિન્દ્ર પટેલ પિતા પણ IPS હતા. સમગ્ર રેડને લઈ વડોદરા જિલ્લામાં ચકચાર મચી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news