કોવિડ 19ની સારવારની નવી ગાઈડલાઈન, હવે લક્ષણો વગરના કે સામાન્ય લક્ષણવાળા દર્દીને 10 દિવસ બાદ રજા

મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિની કુમારે આજે પત્રકાર પરિષદમાં અનેક મહત્વની જાણકારી આપી. ગઈ કાલે ICMRએ દર્દીઓના પ્રોટોકોલમાં ફેરફાર કર્યાં જે મુજબ કોઈ લક્ષણ ન હોય અથવા તો માઈલ્ડ લક્ષણો હોય અને હોસ્પિટલમાં દાખલ થાય તો 10 દિવસની સારવાર બાદ રજા આપી શકાય. રજા આપતા પહેલા ટેસ્ટની પણ જરૂરનથી. ડિસ્ચાર્જ આપતા અગાઉ તાવ કે અન્ય કોઈ બીમારીના લક્ષણ હોવા જોઈએ નહીં. આ ઉપરાંત તેમણે કહ્યું કે ગુજરાતમાંથી સૌથી વધુ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડી છે. 

Updated By: May 10, 2020, 02:55 PM IST
કોવિડ 19ની સારવારની નવી ગાઈડલાઈન, હવે લક્ષણો વગરના કે સામાન્ય લક્ષણવાળા દર્દીને 10 દિવસ બાદ રજા

બ્રિજેશ દોશી, ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિની કુમારે આજે પત્રકાર પરિષદમાં અનેક મહત્વની જાણકારી આપી. ગઈ કાલે ICMRએ દર્દીઓના પ્રોટોકોલમાં ફેરફાર કર્યાં જે મુજબ કોઈ લક્ષણ ન હોય અથવા તો માઈલ્ડ લક્ષણો હોય અને હોસ્પિટલમાં દાખલ થાય તો 10 દિવસની સારવાર બાદ રજા આપી શકાય. રજા આપતા પહેલા ટેસ્ટની પણ જરૂરનથી. ડિસ્ચાર્જ આપતા અગાઉ તાવ કે અન્ય કોઈ બીમારીના લક્ષણ હોવા જોઈએ નહીં. આ ઉપરાંત તેમણે કહ્યું કે ગુજરાતમાંથી સૌથી વધુ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડી છે. 

ICMR એ નવી ગાઈડલાઈન
1 કોઈ લક્ષણ ન હોય અથવા તો માઈલ્ડ લક્ષણો હોય તો તેવા દર્દીને 10 દિવસ બાદ રજા  આપી શકાય. રજા આપતા પહેલા ટેસ્ટની જરૂર નથી. ડિસ્ચાર્જ સમયે 3 દિવસ અગાઉ સુધી બીમારીના કોઈ લક્ષણ ન હોવા જોઈએ 
2. મોડરેટ એટલે કે સામાન્ય લક્ષણ હોય.... 10 દિવસની ટ્રિટમેન્ટમાં સાજા થાય તો તેમને પણ ટેસ્ટ કર્યા વગર રજા અપાશે. રજા આપતી વખતે એટલું જ જોવામાં આવશે કે તાવ, માંદગીના બીજા કોઈ લક્ષણ નથી.
3. ગંભીર લક્ષણ સાથે દાખલ થયા હોય તો તેમની સંપૂર્ણ સારવાર બાદ ટેસ્ટ પછી ડિસ્ચાર્જ કરાશે. 

ગુજરાતમાં શ્રમિકો માટે સૌથી વધુ ટ્રેનો દોડાવવામાં આવી
સમગ્ર ભારતમાં ગત રાતે 1 વાગ્યા સુધીમાં 364 ટ્રેનો ચલાવવામાં આવી. જેમાં 43 ટકા ટ્રેનો ગુજરાતમાં દોડાવવામાં આવી. શ્રમિક સ્પેશિયલ ટ્રેન શ્રમિકોને ગુજરાતથી ઓડિશા, બિહાર, ઝારખંડ, યુપી, એમપી, રાજસ્થાન પહોંચાડવામાં આવ્યાં. 2 લાખ જેટલા લોકોને ટ્રેનોના માધ્યમથી તેમના વતન પહોંચાડવામાં આવ્યાં. અને આજે બીજા 67 હજાર જેટલા લોકોને રવાના કરાશે. ગુજરાતમાં 167 ટ્રેન ચલાવવામાં આવી. જે પ્રથમ નંબરે છે. મહારાષ્ટ્રમાં 45 ટ્રેનો ચલાવવામાં આવી. જ્યારે પંજાબમાં 36 ટ્રેનો દોડાવવામાં આવી. આજે અલગ અલગ પ્રાંતોમાંથી 56 ટ્રેનો અન્ય રાજ્યો માટે રવાના થશે.

તેમણે કહ્યું કે આજ સાંજ સુધીમાં 2.67 લાખ શ્રમિકો પોતાના વતન પરત ફરશે. આજે 42 ટ્રેનો ઉત્તર પ્રદેશ જશે. જ્યારે 5 ટ્રેનો મધ્ય પ્રદેશ જશે. બિહાર માટે 3 ટ્રેન, ઓડિશા માટે 3 ટ્રેન રવાના થશે. છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ માટે એક-એક ટ્રેન રવાના થશે. 

જુઓ LIVE TV

25 લાખ એપીએલ પરિવારોને રાશન મળ્યું
અશ્વિનીકુમારે કહ્યું કે 7 એપ્રિલથી અત્યાર સુધીમાં 25 લાખ એપીએલ પરિવારોએ વિના મૂલ્યે રાશન મેળવ્યું છે. આજ સાંજ સુધીમાં આ આંકડો 30 લાખ સુધી પહોંચશે. તેમણે કહ્યું કે આવતી કાલ રાશન વિતરણનો છેલ્લો દિવસ છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube