દિલ્હીની ઘટના બાદ અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વધારાઈ: મુસાફરો માટે ખાસ એડવાઇઝરી જાહેર
Ahmdabad News: દિલ્હીમાં બનેલી ઘટનાને લઈને એરપોર્ટ ઉપર સુરક્ષામાં વધારો. એરપોર્ટ પર સેફટી ઉપર અપાઈ રહ્યું છે ખાસ ધ્યાન. એરપોર્ટ દ્વારા મુસાફરોને લઈને એડવાઈઝરી જાહેર કરાઈ. મુસાફરોની સ્ક્રીનીંગ પ્રોટોકોલ વધારવામાં આવ્યો. સંદીગધ વસ્તુ અને વ્યક્તિને રોકવા અને પકડવાનો પ્રયાસ. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ને લઈને એડવાઈઝરી જાહેર
Trending Photos
)
Ahmdabad News: દિલ્હીમાં બનેલી ઘટનાને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર સુરક્ષા (સિક્યુરિટી) અને સલામતી (સેફટી) માં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે.
મુસાફરો માટે સ્ક્રીનીંગ પ્રોટોકોલ વધારવામાં આવ્યો
એરપોર્ટ પર હવે સેફટી ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. SVPIA દ્વારા પેસેન્જર સ્ક્રીનીંગ પ્રોટોકોલ વધારવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે પ્રવેશ અને બોર્ડિંગ પહેલાં મુસાફરોનું ચેકિંગ પહેલાં કરતાં વધુ સઘન અને કડક બનાવવામાં આવ્યું છે.
સુરક્ષા એજન્સીઓ ખાસ કરીને સંદિગ્ધ વસ્તુઓ અને વ્યક્તિઓને રોકવા અને પકડવા માટે સતત પ્રયાસ કરી રહી છે, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટનાને બનતી અટકાવી શકાય. એરપોર્ટના તમામ પ્રવેશ અને બહાર નીકળવાના પોઈન્ટ્સ પર સુરક્ષા કર્મચારીઓની સંખ્યા અને તકેદારી વધારી દેવામાં આવી છે.
મુસાફરોને ફ્લાઇટના સમય પહેલાં પહોંચવા અપીલ
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દ્વારા મુસાફરોને ધ્યાનમાં રાખીને એક પેસેન્જર એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે. એડવાઇઝરીમાં સ્પષ્ટ જણાવાયું છે કે, વધેલા સુરક્ષા પગલાંને કારણે સમયનો વ્યય ન થાય તે માટે, મુસાફરોએ **તેમની ફ્લાઇટના નિર્ધારિત શિડ્યુલ સમય પહેલાં જ એરપોર્ટ ઉપર પહોંચી જવું.
પેસેન્જર એડવાઇઝરીનો સાર
મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના નિર્ધારિત પ્રસ્થાન સમય પહેલા પહોંચી જાય અને સુરક્ષા કર્મચારીઓને સહકાર આપે. અમારા મુસાફરો અને એરપોર્ટ કર્મચારીઓની સલામતી અને સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ સુરક્ષા અને સેફટીને ધ્યાને રાખીને, એરપોર્ટ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓને પૂરો સહકાર આપે અને ચેકિંગ પ્રક્રિયા દરમિયાન ધીરજ જાળવી રાખે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














