)
Ahmedabad News : અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મસ્જિદોમાથી પૈસા ઉઘરાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે 3 શંકાસ્પદ સિરિયન નાગરિકની ધરપકડ કરી છે. અલી મેઘાત અલઝહેર નામના શખ્સની પૂછપરછ મોટા ખુલાસો થયો છે કે, આ ગેંગ મસ્જિદમાંથી પૈસા ઉઘરાવી વૈભવી જીવન જીવતા હતા. મસ્જિદમાંથી પૈસા મેળાવવા ગાઝા યુદ્ પીડિત હોવાનો ઠોંગ કરતા હતા. ત્યારે આ કેસમાં રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓ તપાસમાં જોડાઇ છે.
ગુજરાતમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક નકલી ગાઝા પીડિત ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ પીડિત બનીને મસ્જિદોમાંથી પૈસા પડાવતી હતી. પોલીસે અલી મેઘાટ અલઝહર સહિત ત્રણ સીરિયન નાગરિકની અટકાયત કરી છે. તે ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો. જોકે, પીએમ મોદીના પ્રવાસ પહેલા આ સીરિયન નાગરિકો પકડાયા છે તે મોટી સફળતા કહી શકાય.
ન્યૂઝ એજન્સી ANI એ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ટાંકીને જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું છે કે તે આ પૈસાનો ઉપયોગ વૈભવી જીવન જીવવા માટે કરી રહ્યો હતો. પોલીસ કાર્યવાહી બાદ, તેના અન્ય સાથીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ખંડણી કરાયેલા પૈસાનો ઉપયોગ બીજા કયા કામ માટે થઈ રહ્યો હતો તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. આ મામલાની તપાસ ચાલી રહી છે. અલી મેઘાટ અલઝહરને અટકાયત કરવા, બ્લેકલિસ્ટ કરવા અને દેશનિકાલ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે.
તપાસમાં સામે આવ્યું છે કે, એક મહિના પહેલાં આવેલા સિરિયન નાગરિકો ટુરિસ્ટ વિઝા પર આવી અહીંયા ગાઝામાં યુદ્ધ દરમિયાન થયેલી તબાહી માટે ડોનેશન માંગી રહ્યાં હતા. જો કે તેમની આ પ્રવૃતિ દેખાડા પુરતી હોવાનું મનાઈ રહ્યું છે. રાઉન્ડઅપ કરેલા ત્રણેયની હાલ ક્રાઈમ બ્રાન્ચમાં આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે.
ગાઝા માટે દાન માંગી રહ્યા હતા, જેથી પોલીસને શંકા ગઈ
ક્રાઈમ બ્રાન્ચના પોલીસકર્મીઓને તેમની અરબી ભાષા અને શારીરિક બાંધો કોઈ સૈનિક જેવા લાગતા શંકા ગઈ હતી. જે પૈકી એકની તપાસ દરમિયાન તેને છાતી અને ખભા વચ્ચે ગોળી વાગ્યાનું નિશાન જોઈ પોલીસને તેમની કામગીરી શંકાસ્પદ લાગી રહી છે, જો કે તે ગાઝાના લોકોની મદદ માટે દાન માંગવા આવ્યાં હોવાનું રટણ રટી રહ્યાં છે.
તપાસમાં સામે આવ્યું કે, આ સીરિયન નાગરિકો અલગ અલગ ફ્લાઈટમાં બેસીને ભારત આવ્યા હતા. જ્યાં તેઓ કોલકાત્તા સહિત અન્ય શહેરોમાં ફર્યા હતા. જેના બાદ તેઓ અમદાવાદ આવ્યા હતા. તેઓ અમદાવાદની થ્રી સ્ટાર હોટલમાં રોકાયા હતા. જેના બાદ તેમણે દાન ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. આમ, ગાઝાના નામે દાન ઉઘરાવતા લોકોની કામગીરી પોલીસને શંકાસ્પદ લાગી હતી, જેથી પોલીસે તેમની અટકાયત કરી છે.
મહત્વની વાત એ છે કે, ટુરિસ્ટ વિઝા પર આવ્યા બાદ કોઈ જ પ્રવૃત્તિ ન કરી શકે. તેઓએ વિઝાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેમજ તેમની પ્રવૃત્તિઓ ભારે શંકાસ્પદ લાગી રહી છે.